પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તેમ છતા પોરબંદર જિલ્લામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારબાદ વરાપ જોવા મળી છે.
સમગ્ર પોરબંદર જિલ્લામાં રાત્રિ દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે પોરબંદર જિલ્લામાં ગઈકાલે રાત્રે સાર્વત્રિક એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.એકાદ મહિનાના વિરામ બાદ મેઘરાજાની પોરબંદર જિલ્લામાં એન્ટ્રી થઇ હતી અને ત્રણે ત્રણ તાલુકાઓમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.એ જ રીતે બરડા પંથકના ગામડાઓમાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે.હાલમાં મગફળી સહિતના પાકને પિયતની જરીયાત છે ત્યારે જ વરસાદ વરસતા ખેડુતોમાં પણ ખુશી જોવા મળી છે.પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ મોસમનો કુલ વરસાદ પોરબંદર તાલુકામાં ૬૪ ઇંચ થી વધુ પડી ચુક્યો છે જ્યારે રાણાવાવ તાલુકામાં ૬૨ ઇંચ અને કુતિયાણા તાલુકામાં ૫૦ ઇંચ કુલ વરસાદ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબુલેટ પ્રૂફ જેકેટ કેટલા સુરક્ષિત છે? કઈ બંદૂકની ગોળી બુલેટ પ્રૂફ જેકેટને ભેદી શકે છે?
October 07, 2024 09:47 AMઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech