BREAKING NEWS

પોરબંદરના દા‚ના ધંધાર્થીને પાસાતળે સુરતની જેલમાં ધકેલી દેવાયો

  • October 03, 2025 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરનો દા‚નો ધંધાર્થી પાસા તળે સુરતની જેલમાં ધકેલાયો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી ગેરકાયદેસર દા‚ના જથ્થામાં પકડાયેલ ઇસમ વિ‚ધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ગ્રામ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન  એકટની કલમ  મુજબના દા‚ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મુ‚ભાઇ ડાયાભાઇ કોડીયાતર ઉ.વ. ૨૧ રહે. બોખીરા આવાસ યોજના સામે, રબારીકેડા, પોરબંદરવાળા વિ‚ધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની  સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર ડી.જી. ગોહીલ, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પોરબંદરે પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ઇન્ચાર્જ  પી.આઇ. આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી  સુરત જેલ ખાતે મોકલી આપેલ છે. આ કામગીરીમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.જી. ગોહિલ તથા પોરબંદર એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર. કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, ઉદયભાઇ વ‚, ‚પલબેન લખધીર, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ જોષી, વિજયભાઇ છેલાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇ શામળા તથા લોકરક્ષક વિક્રમભાઇ બાંભણીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application