BREAKING NEWS

5 જૂનની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનનું યુપી બિહારમાં માર્ગ પરિવર્તન કરાશે

  • May 21, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પૂર્વોત્તર રેલવેના વારાણસી ડિવિઝન હેઠળના ઉનૌલા- પિપરાઈચ રેલવે સેક્શન વચ્ચે પેચ ડબલિંગ કામગીરી, પ્રિ-નોન ઇન્ટરલોકિંગ અને નોન ઇન્ટરલોકિંગ માટે બ્લોકના લીધે આ સમય દરમિયાન પસાર થનારી ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નં.19269 પોરબંદર– મુઝફ્ફરપુર એક્સપ્રેસ તારીખ 5 જૂન, 2026ના રોજ પોતાના નિયત માર્ગ ગોરખપુર– પનિયહવા– નરકટિયાગંજ– મુઝફ્ફરપુરના બદલે ગોરખપુર– ભટની– છપરા ગ્રામીણ થઇને મુઝફ્ફરપુર થઈને ચલાવવામાં આવશે. આ ફેરફારના કારણે આ ટ્રેન સિસવા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સુગૌલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનનોએ જશે નહીં. આ ઉપરાંત વળતા ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર– પોરબંદર એક્સપ્રેસ તારીખ 24 મે, 31 મે, 1 જૂન, 7 જૂન અને 8 જૂન, 2026 ના રોજ પોતાના નિયત માર્ગ મુઝફ્ફરપુર– નરકટિયાગંજ– પનિયહવા– ગોરખપુરના બદલે મુઝફ્ફરપુર– છપરા ગ્રામીણ– ભટની– ગોરખપુર થઈને દોડશે. આ ફેરફારના કારણે આ ટ્રેન મેહસી, ચકિયા, બાપુધામ મોતિહારી, સુગૌલી, બેતિયા, નરકટિયાગંજ, બગહા અને સિસવા બજાર સ્ટેશનોએ જશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application