તા. ૭, ૮ની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે

  • September 06, 2023 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વોત્તર રેલ્વેના ગોરખપુર કેન્ટ યાર્ડ રિમોડેલિંગ અને ગોરખપુર- ભટની સેક્શનના ગોરખપુર કેન્ટ- કુસમ્હી સ્ટેશન વચ્ચે ત્રીજી લાઈન શરૂ કરવાના સંબંધમાં નોન-ઈન્ટરલોકિંગ કામ માટે ૬.૯.૨૦૨૩ થી ૧૧.૯.૨૦૨૩ સુધી બ્લોક લેવામાં આવનાર છે. આ કારણે, પોરબંદર સ્ટેશનથી ૭.૯.૨૦૨૩ અને ૮.૯.૨૦૨૩ના રોજ ઉપડનારી ટ્રેન નંબર ૧૯૨૬૯ પોરબંદર- મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે. તેવી જ રીતે, મુઝફ્ફરપુરથી ૧૦.૯.૨૦૨૩ અને ૧૧.૯.૨૦૨૩ના રોજ ચાલતી ટ્રેન નંબર ૧૯૨૭૦ મુઝફ્ફરપુર- પોરબંદર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.


જન્માષ્ટમીમાં દ્વારિકા જવા રાજકોટ, ભાવનગરથી ટ્રેનમાં બે-બે વધારાયા
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે ભાવનગર-ઓખા અને રાજકોટ-ઓખા ટ્રેનમાં બે-બે વધારાના કોચ લગાવશે. તેમાં ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર- ઓખામાં ૦૫.૦૯.૨૦૨૩ થી ૦૮.૦૯.૨૦૨૩ સુધી અને ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા- ભાવનગરમાં ૦૬.૦૯.૨૦૨૩ થી ૦૯.૦૯.૨૦૨૩ સુધી બે વધારાના કોચ લગાડવામાં આવશે.આ ઉપરાંત ટ્રેન નંબર ૦૯૪૭૯ રાજકોટ- ઓખામાં ૦૫.૦૯.૨૦૨૩ થી ૦૮.૦૯.૨૦૨૩ સુધી અને ટ્રેન નંબર ૦૯૪૮૦ ઓખા- રાજકોટમાં ૦૯.૦૯.૨૦૨૩ના રોજ બે વધારાના કોચ લગાડવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application