બરડા અભ્યારણ્ય વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતો પોરબંદર વન વિભાગનો સ્ટાફ

  • December 03, 2024 01:39 PM 

પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા રાજલબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ તા. 01-12-2024 ના રોજ પોરબંદર વન વિભાગ હેઠળ આવેલ ભાણવડ નોર્મલ રેન્જના આર.એફ.ઓ. ડી.સી.સોલંકી તેમજ પોરબંદર વન વિભાગની ટીમ અને પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા તેમજ તેઓની ટીમ સાથે સંયુકત પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ભાણવડ રેન્જની પાછતર રાઉન્ડની બરડા અભ્યારણ્ય જંગલ અંદરની ધ્રામણી બીટમાં આવેલી રાણવાળી ધાર વિસ્તાર જે ફુલઝર નેશથી ઉતર દિશામાં આશરે 1000 મીટરના અંતરથી દેશી દારૂ પીવાના દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવેલ હતી. આ બનાવ સ્થળ આજુ-બાજુના ઝાડના સરપણ પણ કાપવામાં આવેલ હતા. સ્થળ પરથી આથો આશરે 1600 લીટર ભરેલ પ્લાસ્ટીકનું બેરલ નંગ-1, પતરાના બેરલ નંગ-7 નો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો. જેની અંદાજીત કિંમત રકમ ા. 40,000/- છે. આરોપીઓ સ્થળ પરથી નાશી ગયેલ હતા, જેની શોધખોળ ચાલુ છે અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ની કલમની જોગવાઈ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application