વકફ વિધેયક પાસ થતા પોરબંદર ભાજપ બન્યુ ખુશખુશાલ

  • April 05, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સંસદમાં વકફ વિધેયક પાસ થતા પોરબંદર ભાજપ ખુશખુશાલ બની ગયુ હતુ. 
સંસદમાં સફળતાપુર્વક વકફ વિધેયક પાસ થતા પોરબંદર શહેર અને જિલ્લા બૃહદ ભાજપ કારોબારી દ્વારા કેન્દ્ર સરકાર અને ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વને અભિનંદન આપતો ઠરાવ પાસ કર્યો.દેશના ઇતિહાસમાં ખુબ જ મહત્વ ધરાવતું વકફ બોર્ડ સુધારા વિધયક વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભાની કસોટીમાંથી તમામ સુધારા-વધારા સાથે પસાર થઈ જતા ભાજપમાં અને દેશના રાષ્ટ્રવાદી લોકોમાં આનંદ વ્યાપી આપી ગયો છે.સતત બે દિવસ અને મોડી રાત સુધી સંપુર્ણ ચર્ચાને અંતે આ વિધયક પાસ થતા સંસદમાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અલ્પ સંખ્યક  બાબતોના મંત્રી કિરણ રજ્જુ,પુર્વ કેબિનેટ મંત્રી રવિન્દ્ર પ્રસાદ, અનુરાગ ઠાકુર અને ઉપલા ગૃહમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા અને પ્રવક્તા સાંસદ સુધાંશુ ત્રિવેદીની તર્કબદ્ધ દલીલોને દેશભરે ખુબ જ ધ્યાનપુર્વક સાંભળી હતી,
દેશના કરોડો લોકોએ જ્યારે આ બિલને સમર્થન આપ્યુ અને વકફ બોર્ડની સંપત્તિ બાબતે જે પણ કાંઈ ભ્રષ્ટાચારયુક્ત બાબતો હતી અને બોર્ડ દ્વારા આજ દિવસ સુધી ગરીબ મુસ્લિમો માટે ક્યારેય કોઈ પ્રકારનું કામ થતું હોવાને કારણે દેશની લઘુમતી પણ રોષે ભરાણી હતી,ત્યારે હવે આ કાયદો સુધારો પાસ થતા કોંગ્રેસ અને તેના ગઠબંધન પક્ષોની મુસ્લિમ તૃષ્ટીકરણની વોટબેંક નીતિ ખુલ્લી પડી ગઈ છે.આ વિધયક સુધારો પસાર થતાં પોરબંદર શહેર જિલ્લામાં પણ લોકો અને કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી છે.સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીના અધ્યક્ષસ્થાને મળેલી બૃહદ જિલ્લા અને શહેર કારોબારી સંયુક્ત બેઠકમાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા મહામંત્રીઓ અશોકભાઈ મોઢા, નિલેષભાઈ મોરી ઉપરાંત જિલ્લા પુર્વ પ્રમુખો રાજશીભાઈ પરમાર,વિજયભાઈ થાનકી, વિક્રમભાઈ ઓડેદરા, જીલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર,વરિષ્ઠ આગેવાનો નાથાલાલ ઠકરાર,વિરમભાઈ કારાવદરા, રામદેવભાઈ મોઢવાડિયા, ડો. ચેતનાબેન તિવારી,શહેર પ્રમુખ સાગરભાઇ મોદી સહિતના શહેર જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના,સહકારી સંસ્થાના આગેવાનો વગેરે તમામ ચૂંટાયેલા સભ્યો,પુર્વ સભ્યો,પુર્વ પ્રમુખો,પુર્વ હોદ્દેદારો તેમજ વિવિધ મોરચા જેવા કે લઘુમતી મોરચો, યુવા મોરચો અને મહિલા મોરચા સહિતના તમામ મોરચા સેલના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી આ કાનુની સુધારો થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી ત્યારબાદ પુર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ અગ્રણી વિજયભાઈ થાનકી દ્વારા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સંગઠનને પોરબંદર ભાજપ દ્વારા અભિનંદન ઠરાવ રજુ કર્યો હતો,જેને હર્ષોલ્લાસ  સાથે સૌએ અનુમોદન આપ્યુ હતુ.પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીના એક નિવેદન મુજબ બંને ગૃહોમાં આ મહત્વનું વિધેયક  પાસ થયા બાદ સમગ્ર ગુજરાતમાં પોરબંદર જિલ્લા ભાજપ સર્વ પ્રથમ અભિનંદન ઠરાવ પાસ કર્યો છે માટે પોરબંદરના કાર્યકરો પણ અભિનંદનને પાત્ર છે.પોરબંદર સંગઠન કાર્યકરોની રાષ્ટ્ર ભાવનાની પ્રતીતિ આ અભિનંદન ઠરાવમાં થાય છે.બૃહદ કારોબારીનું સફળ સંચાલન કેતનભાઇ દાણી દ્વારા કરવામાં આવ્યુ હતુ,તેમ મીડિયા સેલના કાર્યકારી ક્ધવીનર હર્ષભાઈ રૂઘાણીએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application