BREAKING NEWS

જૂનાગઢમાં રસ્તાના કામમાં ગુણવત્તાવિહીન કાર્યેા સાંખી લેવાશે નહીં–કમિશનર પ્રભવ જોશી

  • May 23, 2026 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોષીએ શહેરના વિવિધ વોર્ડમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી જેમાં સફાઈ અને રોડ રસ્તાના થતા કાર્ય અંગે નિરીક્ષણ કરી ગુણવત્તાયુકત કાર્યેા કરવા અધિકારીઓને સૂચનો કમિશનર પ્રભવ જોષીએ રોડ–રસ્તાઓની કામગીરીનું તથા ભૂતનાથ રોડ,મોતીબાગ રોડ,સરદાર બાગ રોડ તથા ઝાંઝરડા વિસ્તારમાં  સફાઇ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાં ડોર–ટુ–ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી નિયમિત થાય અને શહેરમાં કયાંય પણ કચરાના ઢગલા ન રહે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. શહેરમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈન કે ગેસની લાઈન કામગીરી બાબતે અવારનવાર રસ્તા તોડવામાં આવે છે. જેથી બિસ્માર રસ્તાથી શહેરીજનો ત્રસ્ત થયા છે. કમિશનરે ચાર્જ સંભાળ્યા બાદ રસ્તા રીપેરીંગ કરવા કટિબદ્ધતા વ્યકત કરી હતી જેના ભાગપે ગઈકાલે ખલીલપૂર રોડ ખાતે સિવિલ કામો,ડીવાઈડર,અર્બન હેલ્થ સેન્ટર,યોગ સ્ટુડિયો,શાંતેશ્વર રોડ અને તેની આસપાસની શેરીઓમાં મટીરિયલ અને કામગીરીનું નિરીક્ષણ કયુ હતું.તેમજ પ્રિ–મોન્સૂન કામગીરી અને રોડ રિપેરિંગના કામો સમયસર પૂર્ણ થાય જેથી ચોમાસા દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી હતી.રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ  ગુણવત્તાહીન બાબતો ચલાવી લેવામાં આવશે નહીં.જૂનાગઢના નાગરિકોને ઉત્તમ આંતરમાળખાકીય સુવિધાઓ અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે અંગે  કટિબદ્ધ હોવાનું જણાવી કોઈપણ સ્તરે શિથિલતા સાંખી લેવામાં આવશે નહીં. તેવી કોન્ટ્રાકટરોને તથા વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓને ચીમકી આપી હતી કમિશનરની નિરીક્ષણ મુલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેર દુષ્યતં પાનસૂરિયા, નાયબ કાર્યપાલક ઇજનેર કિશન રામાણી, સેનિટેશન સુપ્રી. દર્શન મકવાણા, સેની.સુપરવાઈઝર રાજુભાઇ ત્રિવેદી, વોર્ડ ઓફિસર અને ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application