IND vs NZ 1st Test Day 4: ખરાબ પ્રકાશને કારણે ચોથા દિવસની રમત થઈ વહેલી સમાપ્ત, ન્યુઝીલેન્ડને જીતવા માટે 107 રનની જરૂર

  • October 19, 2024 07:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શનિવારે ચોથા દિવસની રમત ખરાબ પ્રકાશને કારણે વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. ભારતનો બીજો દાવ 462 રનમાં સમેટાઈ ગયો હતો. ન્યુઝીલેન્ડને જીતવા માટે 107 રનની જરૂર છે.


સરફરાઝ ખાને ત્રીજા દિવસે અણનમ પરત ફરીને સદી ફટકારી હતી. તે 150 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંત અનલકકી રહ્યો હતો. તે 99 રન બનાવી આઉટ થયો હતો. આ પછી કોઈ પણ બેટ્સમેન લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા ન હતા અને ભારત 462 રનમાં સમેટાઈ ગયું હતું.


ન્યુઝીલેન્ડ બીજા દાવ માટે ક્રીઝ પર આવી હતી તે દરમિયાન કાળા વાદળોએ પોતાનો પ્રકોપ બતાવ્યો હતો. ખરાબ પ્રકાશને કારણે ચોથા દિવસની રમતને સમાપ્ત કરવામા આવી હતી. જે બાદ વરસાદ શરૂ થયો હતો. છેલ્લા દિવસની રમત હજુ બાકી છે.


બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય ટીમના પ્રથમ દાવના 46 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 402 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કિવી ટીમે પ્રથમ દાવના આધારે 356 રનની લીડ મેળવી હતી. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી 49 ઓવરમાં 231/3નો સ્કોર બનાવ્યો હતો.


ખરાબ રોશનીના કારણે ચોથા દિવસની રમત સમાપ્ત
ચોથા દિવસની રમત ખરાબ પ્રકાશને કારણે વહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો છે. આકાશ પણ વાદળોથી ઢંકાઈ ગયું હતુ. અને જે બાદ વરસાદ શરૂ થયો હતો.



લંચ સુધી ભારતનો સ્કોર 344-3 હતો
ચોથા દિવસે વરસાદ વચ્ચે લંચનું એલાન કરવામાં આવ્યું હતુ. ત્યારે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 344 રન બનાવ્યા હતા. ત્યારે રિષભ પંત 53 રન બનાવીને ક્રિઝ પર હતો અને સરફરાઝ ખાન 125 રન પર ક્રિઝ પર હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application