અત્યંત ચર્ચાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડેએ પોતાના નિધનની અફવા ઊડાવી ભારે ચાચા જગાવી હતી.જો કે તે વખતે તેને સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતતા આપવાનો ઉદેશ્ય હતો તેમ જણાવી લોકોના દિલ જીતવાની કોશિશ કરી હતી.તેવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં અધિકારીએ પૂનમ પાંડેનાં સર્વાઈકલ કેન્સર જાગૃતતાની બ્રાંડ એંબેસેડર બનશે કે નહીં તે અંગે માહિતી આપી છે.
પૂનમ પાંડેનું નામ છેલ્લાં થોડા દિવસોથી ચર્ચાનો વિષય બન્યું છે કારણકે હાલમાં પૂનમ પાંડેએ સર્વાઈકલ કેન્સરને લીધે પોતાની મોત થયા હોવાની અફવાઓ ફેલાવી હતી અને એક દિવસ બાદ જાહેર કર્યું કે તેમણે સર્વાઈકલ કેન્સર અંગે જાગરૂતતા ફેલાવવા માટે આવું કર્યું હતું. તેવામાં હવે સવાલો ઊઠી રહ્યાં છે કે શું પૂનમ પાંડેને સર્વાઈકલ કેન્સર જાગૃતતા માટેની બ્રાંડ એંબેસેડર બનાવવામાં આવશે?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પૂનમ પાંડેને લઈને એક નિવેદન જાહેર કર્યું છે જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે પૂનમ પાંડેને સર્વાઈકલ કેન્સર જાગૃતતાની બ્રાંડ એંબેસેડર નથી બનાવાઈ રહ્યું. અધિકારીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું જ્યારે પૂનમ પાંડેનાં રાષ્ટ્રીય અભિયાનનાં ચહેરા બનવાની સંભાવનાઓ સામે આવી અને તેમની ટીમ મંત્રાલયનાં અધિકારીઓ સાથે વાતચીત કરવા લાગી હતી.
પોતાના મૃત્યુની અફવા ઊડાવી હતી
2 ફેબ્રુઆરીનાં રોજ ઈંસ્ટાગ્રામ પર માહિતી સામે આવી કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના મેનેજરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે એ બાદ પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર વિશે કોઈ સમાચાર સામે આવ્યા નહતા અને ઘણા લોકો કહી રહ્યા હતા કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે. જે બાદ 3 ફેબ્રુઆરીનાં પૂનમ પાંડેનો વીડિયો સામે આવ્યો જેમાં તેણે કહ્યું કે- 'હું જીવિત છું..સર્વાઇકલ કેન્સરને કારણે મારુ મૃત્યુ નથી થયું. દુર્ભાગ્યપૂર્ણ હું આ વાત એ મહિલાઓ માટે નથી કહી શકતી જેમને કેન્સરને કારણે એમનો જીવ ગુમાવ્યો છે. આ એટલા માટે નહોતું કારણ કે તે મહિલાઓ કંઈ કરી શકતી ન હતી પરંતુ એટલા માટે હતું કારણ કે એમને શું કરવું તેની કોઈ જાણ નહોતી.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાવઠાનું વાતાવરણ વિખેરાતા શહેરના તાપમાનમાં સતત થઈ રહેલો વધારો
May 15, 2025 03:40 PMઘોઘાસર્કલમાં મોડી રાતે એસ્ટેટ વિભાગ ત્રાટક્યું
May 15, 2025 03:36 PMશહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધિત જાહેરનામાનો ભંગ
May 15, 2025 03:34 PMરૂમાલી રોટી ભારતીય ભોજનનો ભાગ કેવી રીતે બની?
May 15, 2025 03:33 PMપ્રભુદાસતળાવમાંથી એક લાખની રોકડ સાથે લાઈટના અંજવાળે જુગાર રમતા નવ ઝડપાયા
May 15, 2025 03:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech