જેતપુરમાં સાડી ઉધોગના કેટલાક વગદાર કારખાનેદારો દ્રારા તેમના એકમનું કેમીકલ યુકત પ્રદુષિત પાણી સીઇટીપી પ્લાન્ટમાં ઠાલવવાને બદલે સીધુ ભાદર નદીમાં છોડી દયે છે.અને પાણી ખેડૂતોના બોર, કુવાના તળમાં પહોંચી ગયું હોય ખેતીની જમીન બંજર બની ગઈ છે. અને મૂંગા પશુઓ પણ ચામડીના ખરીના રોગના શિકાર બનતા કેરાળી, લુણાગરા, લુણાગરી સને ઉમરકોટ ગામના ખેડૂતો કેરાળી પાસેના ભાદર નદીના પુલ પર એકઠા થઇ પ્રદુષણ વિદ્ધ સુત્રોચાર કર્યેા હતો. અને નદીમાં આ પાણી બધં નહિ થાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચારી હતી.ઔધોગિક શહેર જેતપુરનો સાડી ઉધોગ પ્રદુષણને કારણે ખૂબ બદનામ છે. જેને કારણે આ ઉધોગના સંગઠને તમામ કારખાનાઓનું પાણી ગટર દ્રારા કલેકશન સપં સુધી પહોંચતું તે બધં કરાવી અને ગટરોનું પુરાણ કરાવી દીધું. અને માન્ય કારખાનાઓનું પ્રદુષિત પાણી ટેન્કર દ્રારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલ કલેકશન સંપમાં ઠલાવવાની કામગીરી છેલા ત્રણેક વર્ષથી કરવામાં આવી રહી છે. તેમ છતાં ભાદર નદીમાં પ્રદુષણ ઓછું થવાનું નામ જ નથી લેતું અને ખેડૂતો ખેતી માટે ભાદર નદીનું પાણી પેલા પણ ઉપયોગ નહતા કરી શકતા અને હજુ પણ એવું જ પ્રદુષિત પાણી રહેતા ખેડૂતોની સ્થિતિ તો પેલા હતી તેવી રહી.પાણી પ્રદુષણની આવી ખેતીમાં કટોકટી જેવી સ્થિતિને કારણે તાલુકાના કેરાળી, લુણાગરા, લુણાગરી અને ઉમરકોટ ગામના સો થી દોઢસો જેટલા ખેડૂતો કેરાળી ગામના ભાદર નદીના પુલ પાસે એકઠા થયા હતા અને ત્યાં રામધૂન બોલાવી પ્રદૂષિત પાણીનો વિરોધ કર્યેા હતો. આ અંગે કેરાળી ગામના સરપચં કલ્પેશભાઈ ભડેલીયાએ જણાવેલ કે, ભાદર નદીમાં પ્રદૂષણનો પ્રશ્ન વર્ષેા જૂનો છે પરંતુ હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી માટે આજે અમો ચાર ગામના સરપચં અને ખેડૂતો એકઠા થયા છીએ અત્યારે કયાંય વરસાદ ન હોય છતાંય અમારા ગામ પાસેથી ભાદર નદી બે કાંઠે વહે છે પરંતુ પ્રદુષિત પાણીથી વહે છે તે સમસ્યા છે. આ સિલિકેટવાળું પ્રદુષિત પાણીને કારણે અમારા ખેતરો બંજર બની ગયા છે જમીનો રાખ જેવી થઈ ગઈ છે. પશુઓ પણ પાણીને કારણે ચામડીના ખરીના રોગના ભોગ બન્યા છે. નદીમાં પાણી તો ભરપૂર છે પરંતુ અમે આ પાણીનો ઉપયોગ નથી કરી શકતા જો આવુ કેમીકલ યુકત પાણી નદીમાં છોડવાનું કારખાનેદારો બધં નહિ કરે તો અમારે આંદોલન કરવું પડશે. યારે કિસાન સંઘના પ્રમુખ જમનભાઈ પાઘડારે આક્ષેપ કરેલ કે, જેતપુરના માથાભારે કારખાનેદારો રાજકીય ઓથ હેઠળ નદીમાં કેમીકલ યુકત પાણી છોડે છે. મોટા મોટા કારખાનેદારો સાડીનાં ધોલાઈ ઘાટ વાળા કારખાનેદારો સીધું પાણી ભાદર નદીમાં છોડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech