જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે વિશ્વના સૌથી મોટા લોક તંત્રમાં પહેલા તબક્કાનું મતદાન આજે શરુ થયું છે.દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે 102 સીટ પર મતદાન થવાનુ છે. આ સીટો પર 1625 ઉમેદવારો મેદાને છે. જેમા 1491 પુરુષો અને 134 મહિલા ઉમેદવારો છે. જેમા અનેક ચહેરા એવા છે જેમની આ ચૂંટણીમાં પ્રથમવાર નસીબ અજમાવી રહ્યા છે.
લોકશાહીના આ મહાપર્વમાં ફરી એકવાર મતદાતાઓ તેમના મતાધિકારનો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ખાસ વાત એ છે કે મોદાી સરકારના 8 મંત્રીઓ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલની હારજીતનો નિર્ણય થશે. આ ઉપરાંત પણ અનેકવીઆઈપી બેઠકો એવી છે જેના પર લોકોની નજરો ટકેલી છે. મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.
લોકસભા ચૂંટણી માટે પ્રથમ ચરણ માટે 102 સીટ પર મતદાન થશે.જેમાંથી અનેક એવા ચહેરા જે પહેલીવાર કિસ્મત અજમાવી રહ્યા છે. તો કેટલાક એવા ચહેરા પણ છે જે છેલ્લા લાંબા સમયથી જીતની ગેરંટી બની રહ્યા છે. પહેલા તબક્કામાં પશ્ચિમી યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સહિત 21 રાજ્યો અને કેન્દ્ર શાસ્તિ પ્રદેશોમાં મતદાન થશે. જેમા સૌથી વધુ નજરો તમિલનાડુ પર ટકેલી રહેશે. અહીં રાજ્યની તમામ બેઠકો પર પ્રથમ ચરણમાં જ મતદાન સંપન્ન થઈ જશે.
પ્રથમ ચરણમાં પશ્ચિમી ઉત્તરપ્રદેશની 8 બેઠકો પર મતદાન થવાનુ છે. જેમાં રાજસ્થાનની 12, ઉત્તરાખંડની તમામ 5 બેઠકો, બિહારની 4 બેઠકો, પશ્ચિમ બંગાળની 4 બેઠકો, તમિલનાડુની તમામ 39 બેઠક પર ચૂંટણી થશે, આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશની 2, અસમની 4, મધ્યપ્રદેશી 6, મણિપુરની 2, મેઘાલયની 2, નાગાલેન્ડ ત્રિપુરા સહિત 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થવાનુ છે. તેમા કેટલીક બેઠકો જેના પર સત્તાધારી પાર્ટી અને વિપક્ષના મોટા નેતા ચૂંટણીના રણમાં છે. પ્રથમ ચરણમાં 8 મંત્રી અને એક પૂર્વ રાજ્યપાલની કિસ્મત દાવ પર લાગેલી છે. જેમા કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર સીટથી ચૂંટણી મેદાનમાં છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ, અરુણાચલની પશ્ચિમ સીટથી કેન્દ્રીય આયુષ મંત્રી સવર્નિંદ સોનોવાલ, અસમની દિબ્રુગઢ સીટથી ડો સંજીવ બાલિયાન, મુઝફ્ફરનગર સીટથી જીતેન્દ્રસિંહ ઉદ્યમપુર કઠુઆ બેઠકથી ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભૂપેન્દ્ર યાદવ અલવરથી અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બીકાનેર સીટથી ચૂંટણી લડી રહ્યા છે. મંત્રીઓ ઉપરાંત ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લવ કુમાર દેવ ત્રિપુરા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તો તમિલનાડુની નીલગીરી બેઠકથી ડીએમકેના એ રાજા અને તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌદર્યરાજ ચેન્નાઈ સાઉથ લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં જ તમિલનાડુની તમામ 39 બેઠકો પર મતદાન થશે. અહીં ડીએમકે અને કોંગ્રેસની આગેવાની હેઠળની ગઠબંધન છેલ્લી ચૂંટણીમાં સફાયો થયો હતો. આ વખતે ભાજપ તેના નાના સહયોગી દળો સાથે ઘણી બેઠકો પર મજબૂતીથી ચૂંટણી લડી રહી છે. બંગાળમાં ભાજપ્ની સીધી ટક્કર તૃણમૂલ કોંગ્રેસ સાથે છે. પરંતુ, પ્રથમ તબક્કામાં જે ત્રણ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, ત્યાં છેલ્લી ચૂંટણીમાં ભાજપ્નો હાથ ઉપર હતો. છત્તીસગઢમાં બીજેપીનું વર્ચસ્વ હોવા છતાં, બસ્તર સીટ કે જેના માટે પહેલા તબક્કામાં મતદાન થવાનું છે તે ગત વખતે કોંગ્રેસ પાસે ગઈ હતી. આ વખતે સ્પધર્િ ખૂબ જ નજીક હોવાનું કહેવાય છે. મધ્ય પ્રદેશમાં છિંદવાડા કોંગ્રેસના નેતા કમલનાથનો ગઢ રહ્યો છે. પરંતુ આ વખતે ચૂંટણીનો સંઘર્ષ રસપ્રદ છે. ઉત્તર-પૂર્વમાં ભાજપ્નો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે કોંગ્રેસ ઘણી બેઠકો પર સ્પધર્મિાં જોવા મળી રહી છે.
16.63 કરોડથી વધુ મતદારો
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. મતદાનના પ્રથમ તબક્કાની પૂણર્હિુતિ સાથે, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હશે જ્યાં ચૂંટણી સમાપ્ત થશે.
50% થી વધુ મતદાન મથકો પર થશે વેબકાસ્ટિંગ
મતદાન પ્રક્રિયાની વધુ સારી સુરક્ષા માટે કેન્દ્રીય દળોને મતદાન મથકો પર તૈનાત કરવામાં આવ્યા છે. 50 ટકાથી વધુ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તમામ મતદાન મથકો પર સૂક્ષ્મ નિરીક્ષકોની તૈનાતી સાથે, 361 નિરીક્ષકો જેમાં 127 સામાન્ય નિરીક્ષકો, 67 પોલીસ નિરીક્ષકો, 167 નાણાકીય નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.
બંગાળમાં મતદાન વચ્ચે પથ્થરમારો
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના મતદાન વચ્ચે હિંસા થઈ હોવાના અહેવાલો છે. કૂચ બિહારના ચાંદમારી વિસ્તારમાં ભારે પથ્થરમારો થયો હતો તેમજ દિનહાટા વિસ્તારમાં બીજેપી કાર્યકરના ઘરની બહાર બોમ્બ મળી આવ્યો છે. જયારે કૂચ બિહારમાં જ ચાંદમારી વિસ્તારમાં બીજેપી બૂથ પ્રમુખ લાબ સરકાર સાથે મારામારી થઈ હતી જેમાં ભાજપ્ના નેતાને માથામાં ઈજા થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલાનો આરોપ ટીએમસી નેતા પર લગાવવામાં આવ્યો છે. ભાજપ લાંબા સમયથી કહી રહ્યું છે કે બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા થઈ શકે છે. આ જ કારણ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પર ભાજપ્ના નેતા પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
9 વાગ્યા સુધીમાં મતદાન
1. પશ્ચિમ બંગાળ- 15.9%
2. મધ્ય પ્રદેશ- 14.12%
3. ત્રિપુરા- 13.62
4. મેઘાલય-12.96
5. ઉત્તર પ્રદેશ-12.22
6. છત્તીસગઢ-12.02
7. આસામ- 11.15%
8. રાજસ્થાન- 10.67
9. જમ્મુ અને કાશ્મીર-10.43
10. ઉત્તરાખંડ- 10.41
11. મિઝોરમ-9.36
12. બિહાર- 9.23
13. આંદામાન-8.64
14. તમિલનાડુ- 8.21
15. નાગાલેન્ડ-7.79
16. મણિપુર-7.63
17. પુડુચેરી- 7.49
18. મહારાષ્ટ્ર- 6.98
19. સિક્કિમ-6.63
20 લક્ષદ્વીપ-5.59
21. અરુણાચલ પ્રદેશ 4.95
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech