હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ પેટાચૂંટણીઓ બેઠક સભ્યોના મૃત્યુ અથવા રાજીનામાને કારણે ખાલી પડેલી જગ્યાઓના કારણે યોજાઈ રહી છે. આ બેઠકો પર પેટાચૂંટણી માટે 14 જૂનના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેના નામાંકનની છેલ્લી તારીખ 21 જૂન હતી.
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન બુધવારે સવારે 7 વાગ્યે શરૂ થયું. લોકસભા ચૂંટણી પછી પહેલીવાર યોજાઈ રહેલી આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત ઘણા દિગ્ગજ અને નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં પશ્ચિમ બંગાળમાં રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માણિકતલા, ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબમાં જલંધર પશ્ચિમ, હિમાચલ પ્રદેશમાં દહેરા, હમીરપુર અને નાલાગઢ, બિહારમાં રૂપૌલી, તમિલનાડુમાં વિક્રવંડી અને મધ્ય પ્રદેશમાં અમરવાડાનો સમાવેશ થાય છે.
પંજાબમાં જલંધર પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન કેન્દ્ર પર લોકો મતદાન કરતા જોવા મળ્યા હતા.
રાણાઘાટ દક્ષિણના ભાજપના ઉમેદવાર મનોજ કુમાર બિસ્વાસે કહ્યું કે મને વિશ્વાસ છે કે મતદારો અમને આ ચૂંટણીમાં ફરીથી જીતાડશે પરંતુ સત્ય એ છે કે પશ્ચિમ બંગાળમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી કારણકે સરકાર ઇચ્છતી નથી.
પશ્ચિમ બંગાળ પેટાચૂંટણી વચ્ચે, રાણાઘાટ દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનોજ કુમાર બિસ્વાસે આજે કાલી મંદિરમાં પૂજા કરી હતી. રાણાઘાટ દક્ષિણ વિધાનસભા બેઠક સહિત પશ્ચિમ બંગાળની 4 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં અમરવાડા વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પીપરીયા રાજગુરુમાં મતદાન મથક પર લોકોએ મતદાન કર્યું.
આજે જ્યાં પેટાચૂંટણી યોજાઈ રહી છે તે 13 વિધાનસભા બેઠકો છે – રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માનિકતલા (પશ્ચિમ બંગાળ); બદ્રીનાથ અને મેંગ્લોર (ઉત્તરાખંડ); જલંધર પશ્ચિમ (પંજાબ); દેહરા, હમીરપુર અને નાલાગઢ (હિમાચલ પ્રદેશ); રૂપૌલી (બિહાર); વિક્રવંડી (તામિલનાડુ) અને અમરવાડા (મધ્યપ્રદેશ).
વિકરાવંડી વિધાનસભા પેટાચૂંટણી, તમિલનાડુ માટે DMK ઉમેદવાર, અનીયુર સિવાએ વિકરાવંદીમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
હિમાચલ પ્રદેશની દેહરા વિધાનસભા પેટાચૂંટણી માટે કાંગડાના ખારિયામાં મતદાન મથક પર મતદાન શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આજે દેહરા, હમીરપુર અને નાલાગઢ વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech