રાજકીય પક્ષોએ ગુજરાતમાં 648 અરજીઓ ચૂંટણી પંચને મોકલી

  • April 08, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ શરૂ થઇ ચૂક્યો છે. રાજકીય પાર્ટીઓએ તેમની ગતિવિધિ શરૂ કરી દીધી છે. રાજ્યમાં પ્રચાર સબંધિત કામગીરીમાં ભાજપ પહેલાક્રમે છે, જ્યારે કોંગ્રેસે તો હજી લોકસભાના બાકી રહી ગયેલા ચાર ઉમેદવારો પણ પસંદ કર્યા નથી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો, પાર્ટીઓ અને ઉમેદવારો માટે અનેક પોર્ટલ બનાવ્યા છે જે પૈકી સુવિધા પોર્ટલ એ રાજકીય પાર્ટી અને ઉમેદવારો માટે કામનું છે. આ પોર્ટલ પર ચૂંટણી પંચ દ્વારા વિવિધ મંજૂરીઓ આપવામાં આવતી હોય છે. આ મંજૂરી પછી જ પાર્ટી કે ઉમેદવાર જેની મંજૂરી માગે છે તે કામ શરૂ કરી શકે છે.

ચૂંટણી રેલી યોજવા, કામચલાઉ પાર્ટી ઓફિસો ખોલવા, ડોર-ટુ-ડોર કેનવાસિંગ, વીડિયો વાન, હેલિકોપ્ટર, વાહનોની પરમિટ મેળવવા, પત્રિકાઓ વહેંચવાની મંજૂરી આ પોર્ટલ પર આપવામાં આવે છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો ગમે ત્યાંથી, કોઈપણ સમયે પરવાનગી વિનંતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા પછી ત્રણેક અઠવાડિયામાં સુવિધા પોર્ટલ પર ચૂંટણી પંચને દેશભરમાંથી 73400 જેટલી અરજીઓ મળી હતી જે પૈકી 44650 જેટલી અરજીઓ સ્વિકારવામાં આવી છે અને વિવિધ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. ચૂંટણી પંચે 11200 જેટલી મંજૂરીઓ નકારી કાઢી છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ 648 મંજૂરીઓ માગવામાં આવી હતી. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે સૌથી વધુ વિક્રમી 23240 અરજીઓ તામિલનાડુમાંથી આવી હતી. બીજાક્રમે 12000 સાથે પશ્ચિમ બંગાળ અને ત્રીજાક્રમે 10700 અરજી સાથે મધ્યપ્રદેશ આવે છે. આ ટેકનોલોજીકલ સોલ્યુશન છે. સુવિધા પ્લેટફોર્મ માત્ર ચૂંટણી પ્રક્રિયાની કાર્યક્ષમતામાં વધારો જ કરતું નથી, પરંતુ એપ્લિકેશન્સ, સ્ટેટસ અપડેટ્સ, ટાઇમ સ્ટેમ્પ્ડ સબમિશન્સ અને એસએમએસ દ્વારા સંદેશાવ્યવહારના રિયલ-ટાઇમ ટ્રેકિંગ દ્વારા પારદર્શિતાની ખાતરી પણ મળે છે. આ પોર્ટલ પરનો પરવાનગી ડેટા ચૂંટણી ખર્ચની ચકાસણી માટે મૂલ્યવાન સ્ત્રોત તરીકે કામ કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News