કાલથી પોલિટિકલ હીટ વેવ: ભાજપ-કોંગ્રેસના નેતાઓ આવશે

  • April 25, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતમાં અત્યાર સુધી પ્રચારના મામલે ટાઢોડું રહેવા પામ્યું છે. પરંતુ હવે આવતીકાલથી તેમાં ફેરફાર થશે અને પોલિટિકલ હીટ વેવ જેવી પરિસ્થિતિ સર્જાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે રાજકોટ આવી રહ્યા હોવાનું જાણવા મળે છે અને સવારે 9:00 વાગે રૈયા રોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા સંવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. થોડા સમય પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર રાજકોટ આવ્યા હતા. પછી લાંબો સમય સુધી આવો કાર્યક્રમ યોજાયો ન હતો અને હવે આવતીકાલે ફરી બીજો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 1 મે ને ગુજરાત રાજ્ય સ્થાપ્ના દિવસથી પોતાના ચૂંટણી પ્રચારનો ગુજરાતમાં પ્રારંભ કરશે. ભાજપમાંથી મળતી માહિતી મુજબ તારીખ 2 મેના રોજ તે જામનગર અને જૂનાગઢમાં સભા સંબોધશે અને રોડ શો પણ યોજાય તેવી શક્યતા છે. રાજકોટના વડાપ્રધાનના કાર્યક્રમમાં હજુ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ જામનગરમાં તારીખ 2 મેં ના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ સભા યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.


વડાપ્રધાનના આગમન પૂર્વે એટલે કે તારીખ 27 એપ્રિલના રોજ શનિવારે ગૃહ મંત્રી અમિત શાહ પોરબંદર સંસદીય મતવિસ્તારમાં આવતા જામકંડોરણામાં સભાને સંબોધન કરશે. જામકંડોરણાની આ સભા પોરબંદર ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી સંસદીય મતવિસ્તારને પણ પ્રભાવિત કરી શકે છે. અમિત શાહ રાજકોટ આવે તેવી વાતો પણ સંભળાઈ રહી છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી. બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ આવતીકાલથી ગુજરાતના ચૂંટણી થવાથી આવી રહ્યા છે કાલે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના પ્રચારમાં પ્રિયંકા ગાંધીની એક જાહેર સભા સવારે 10 વાગ્યે દરબારગઢ ખાતેના મેદાનમાં રાખવામાં આવી છે. રાહુલ ગાંધી આગામી તારીખ 29 ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને પાટણ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે. આ ઉપરાંત તારીખ 28 ના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંધવી અમદાવાદમાં આવશે અને પત્રકારો સાથે વાતચીત કરશે.


આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબા, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા ભૂપેશ બધેલ, અશોક ગેહલોત અને તેલંગાણાના યુવા મુખ્યમંત્રી રેવનતા રેડીની જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મીડિયા ડિપાર્ટમેન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ખેડા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેટ પણ જનસભાઓને સંબોધન કરશે.

યુવા ન્યાયની વાત રજૂ કરવા માટે કોંગ્રેસે કનૈયા કુમાર, ઇમરાન પ્રતાપગઢી, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બી.વી.શ્રીનિવાસ પણ પ્રચારમાં આવે તેવું આયોજન કર્યું છે આ યુવા નેતાઓ જાહેર સભાઓને સંબોધન કરશે અને પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે.


અલકા લાંબા અને કનૈયાકુમાર બનાસકાંઠા અને રાજકોટ બેઠક પર પ્રચારમાં ઉતારાશે
કેન્દ્રીય નેતાઓની સભાની સાથોસાથ યુવા વર્ગને આકર્ષવા માટે મહિલા કોંગ્રેસના રાષ્ટ્ર્રીય અધ્યક્ષા અલકા લાંબા અને કનૈયાકુમારને પણ બનાસકાંઠા અને રાજકોટ બેઠક પર પ્રચારમાં ઉતારાશે. સમય બાકી છે ત્યારે આગામી ૨૬ એપ્રિલથી ૫ સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના વરિ  નેતા રાહત્પલ ગાંધી ૨૯મી એપ્રિલે પાટણમાં યારે પ્રિયંકા ગાંધી ૨૭ એપ્રિલે વલસાડના ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો બૂંગિયો ફંકશે. પ્રિયંકા ગાંધી અને રાહત્પલ ગાંધીની ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કામાં પાટણ અને ધરમપુરમાં સભા બાદ ફરીથી બંને નેતાની વધુ સભા યોજવાનું પણ આયોજન થઈ રહયુ છે


મલ્લિકાર્જુન ખડગે ચાર દિવસ રોકાશે
કોંગ્રેસના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ મલ્લિ કાર્જુન ખડગે પહેલી મેની આસપાસ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરીને ચારેય ઝોનમાં એક એક સભા સંબોધે તેવું આયોજન થઈ રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્ર્રીય નેતાઓના ગુજરાતના આગમન પહેલા રાષ્ટ્ર્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલવાસનિક ગુજરાતમાં ડેરા તંબુ તાણીને પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની સભાના સ્થળ સહિતના આયોજન પર સીધી દેખરેખ રાખશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application