જસદણમાં પોલીસમેનની પત્નીના ૧ લાખની મત્તા સાથેના પર્સની ચોરી

  • August 09, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણમાં આદમજી રોડ પર આવેલી કપડાની દુકાને કોઈ અજાણ્યો શખસ પોલીસમેનની પત્નીની નજર ચૂકવી એક લાખની મત્તા સાથેનું તેમનું પર્સ ચોરી કરી ગયો હતો. આ અંગે મહિલાની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
​​​​​​​
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં પોલીસ લાઈન ક્વાર્ટર નંબર ૧૯ માં રહેતા કૈલાશબેન હરેશભાઈ ખાચર(ઉ.વ ૩૫) દ્વારા જસદણ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગદ્ધ તારીખ ૭/૮ ના સવારના ૧૧ વાગ્યા આસપાસ કૈલાશબેન તથા તેમના ભાભી જાગૃતીબેન પોલીસ લાઈનમાંથી બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા અને જસદણમાં આદમજી રોડ પર આવેલી કિસાન મેચિંગ નામની દુકાને તેઓ ખરીદી કરતા હતા. ત્યારે પર્સ તેમણે આની બાજુમાં મૂક્યું હતું અને તેઓનું ધ્યાન ખરીદીમાં હોય ૧૫ મિનિટ બાદ બાજુમાં જોતા પર્સ જોવા મળ્યું ન હતું. બાદમાં દુકાનમાં તપાસ કરવા છતાં પર્સન મળતા તેમણે આ ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જે પર્સની ચોરી થઈ હતી તે પર્સમાં તેમણે સોનાનો પેંડલ અને બે વીંટી સહિત કુલ રૂપિયા એક લાખના સોનાના દાગીના અને રોકડ રૂ.૪૦૦ હતા. જે કોઈ શખસ ચોરી કરી ગયું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસમેનની પત્ની ઉપર પર્સ તફડાવી લેનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application