વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજારીના વેશમાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. આ નિર્ણય પોલીસ અને મંદિર પ્રબંધન દ્રારા સંયુકત રીતે લેવામાં આવ્યો છે. જેથી મોટી ભીડ હોય તો ધક્કામુક્કીની સ્થિતિ ન રહે અને ભકતોને રાહત રહે. પોલીસ અહીં 'નો ટચ પોલિસી' પણ લાગુ કરશે.કાશી વિશ્વનાથ મંદિરમાં ભકતોની સંખ્યા રેકોર્ડ તોડીને વધી રહી છે. જેના કારણે દેશ અને દુનિયાના ખૂણે–ખૂણેથી આવતા શિવભકતોને માત્ર હેરાનગતિનો સામનો કરવો પડો ન હતો, પરંતુ તેમની સાથે ગેરવર્તણૂક જેવી ફરિયાદો પણ મળવા લાગી હતી. આની નોંધ લેતા વારાણસીના પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે નિર્ણય લીધો કે બાબા વિશ્વનાથના ગર્ભગૃહમાં પૂજારીના વેશમાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે
પોલીસકર્મીને માટે ૩ દિવસની તાલીમ અપાશે
મોહિત અગ્રવાલ કહે છે કે ભીડ અને ધક્કામુક્કી થી બચવા વીઆઈપી મૂવમેન્ટ દરમિયાન દોરડા વડે સર્કલ બનાવવામાં આવશે. જેના કારણે ભકતો ધક્કા ખાધા વગર આપોઆપ દૂર રહેશે. આ માટે મંદિરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે ૩ દિવસની તાલીમ આપવામાં આવશે, કારણ કે મંદિરમાં ફરજ બજાવતા પોલીસ સ્ટેશનોની ડુટી કરતાં સાવ અલગ છે.
પોલીસકર્મીઓ ભકતોને માર્ગદર્શન આપશે
મીડિયા રિપોટર્સ અનુસાર, પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે કહ્યું કે ભકતો પૂજારીની વાત સરળતાથી સ્વીકારી લે છે, તેથી આવી જગ્યાઓ પર પોલીસકર્મીઓ પૂજારીના વેશમાં જ રહેશે. તેમણે કહ્યું કે તૈનાત પોલીસકર્મીઓ શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપશે.શ્રદ્ધાળુઓને કોઈ નુકસાન ન થાય તેની કાળજી રાખવામાં આવશે.પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પુરોહિતના પોશાક ઉપરાંત પોલીસકર્મીઓ પણ તેમના યુનિફોર્મમાં તૈનાત રહેશે. મહિલા પોલીસકર્મીઓ ખાસ કરીને મહિલાઓને દર્શન કર્યા બાદ આગળ વધવાની અપીલ કરશે. તેમણે વધુમાં કહ્યું કે 'નો ટચ પોલિસી'નો પણ ઉપયોગ કરવામાં આવશે, કારણ કે અમુક મૂવમેન્ટ દરમિયાન સામાન્ય રીતે પોલીસકર્મીઓ દ્રારા ભકતોને દૂર કરવામાં આવે છે. આનાથી તેમને દુ:ખ
થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech