સિવિલમાં વગર બીમારીએ આવતા લેભાગુઓનો ઈલાજ કરતી પોલીસ

  • May 18, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લેભાગુઓ, દારૂડિયાઓ, ચોર ગઠીયાઓ, રખડતા ભટકતાઓ કેમ્પસમાં પડ્યા પાર્યા રહેતા હોવાી હોસ્પિટલ ન્યુસન્સ પોઇન્ટ બની ગયું હતું. અને બીજી બાજુ સરકારી પ્રિમાઇસિસમાં અરજદારો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેના પરિવારજનો સિવાય અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વારા ફરમાવામાં આવ્યું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલમાં પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી તી ન હોવાી હોસ્પિટલના કેમ્પસમાં પીધેલાઓ ડમડમ હાલતાં મળી રહ્યા હતા તો લેભાગુઓ પોતાના વાહનો પાર્ક કરી ટોળા જમાવી બેસતા અનેક અડચણ તી હોવાની સો મહિલા કર્મીઓને પણ મુશ્કેલી પડી રહી હતી, દર્દીઓના મોબાઈલ, બાઈક ચોરી જવાના બનાવો પણ વધી રહ્યા હતા. આ બાબતે આજકાલ દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામાની સિવિલમાં ધજ્જિયા ઉડી રહી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યાના ત્રીજા જ દિવસે બે મહિલાઓ દેશી દારૂની કોળીઓ સો હોસ્પિટલમાંથી  મળી આવી હતી.

હોસ્પિટલ કેમ્પસમાં આવા વધતા બનાવોને પગલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાી પ્ર.નગર પોલીસ એક્ટિવ થઇ હતી અને જાહેરનામાની અમલવારી કરાવવાની સાો સા ન્યુસન્સ દૂર કરવા માટે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ ઝણકાંત ખુદ ટિમ સો ચેકીંગ હા ધર્યું હતું અને લોકોના મોબાઈલ, પર્સ પાકીટ ન ચોરાય એ માટે જાહેર બોર્ડ લગાવ્યા હતા. તેમજ છેલ્લા પાંચેક દિવસી દરરોજ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં પડ્યા પાર્યા રહેતા ૨૦૦ જેટલા વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ જણાતા ૨૦ થી  વધુની શખ્સોની અટકાયત કરવામાં આવી છે, પોલીસનો સપોર્ટ મળતા સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી પણ દોડવા લાગી છે અને આજે વધુ કેમ્પસમાં રખડતા ભટકતા આઠ ી દશ શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેને પ્ર.નગર પોલીસની ટિમ પુછપરછ માટે પોલીસ મકે જવાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application