BREAKING NEWS

ગૃહત્યાગ કરી સોમનાથ પહોંચેલા તરૂણનું પોલીસે પરિવાર મિલન કરાવ્યું

  • April 20, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ પાટણ વિસ્તારમા સોમનાથ મંદિર આવેલ હોય યાં દેશ–વિદેશથી દર્શનાથીઓ દર્શનાર્થ આવતા હોય યાં દર્શનાર્થીઓની ભારે ભીડ રહેતી હોય જે અનુસંધાને, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકજયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકાની તથા ક્રાઇમ બ્રાંન્ચ પોલીસ ઇન્સપેકટર એસ.વી.રાજપૂત ની રાહબરી હેઠળ પ્રભાસ પાટણ સર્વલન્સ સ્કવોડ પોલીસ સ્ટાફના તથા ક્રાઇમ બ્રાન્સ ગીર સોમનાથ પોલીસ સ્ટાફ ગઇ તા.૧૮૦૪૨૦૨૬ના રોજ ચુંટણીલક્ષી કોમ્બિંગ નાઇટ રાઉન્ડમા  હોટેલ–ધાબા ચેકિંગની કામગીરીમા હતા તે દરમ્યાન પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન જુના સોમનાથ મંદિર પાસે એક સગીર કીશોર હોટેલ ગેસ્ટ હાઉસનો મ શોધતો જોવામા આવેલ હોય જે સગીર કીશોરની પુછ–પરછ કરતા તે સગીર રાજકોટ જીલ્લ ાના કોટડા સાંગાણી તાલુકાના થોરડી ગામના ગોપાલભાઇ જમનાદાસ સાકરીયાનો પુત્ર હોવાનુ જણાવેલ અને પોતે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હોવાનુ જણાવેલ હોય જેથી તાત્કાલિક રાજકોટ જીલ્લ ાના લોધીકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સગીર કીશોરના વાલી–વારસની ભાળ મેળવી તેમને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પુછ–પરછ કરતા આ સગીર કીશોર અવાર–નવાર ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી જતો હોવાનુ જણાવેલ તેમજ સગીર કીશોર તથા તેમના વાલીનું કાઉન્સેલીંગ કરી સગીર કીશોરને આવુ ન કરવા સકારાત્મક સમજણ આપવામા આવેલ તેમજ ગુમથનાર સગીર કીશોરને શોધી કાઢી તેમના પરીવાર સાથે સુખદ મિલન કરાવી આપી પોલીસ પ્રજાનો મીત્ર છે તે ખરા અર્થમા સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News