જામનગરમાં લગ્નની ખરીદીનો ભુલાયેલો સામાન પરત કરતી પોલીસ

  • March 05, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ અધિક્ષક જામનગરની કચેરીના પોલીસ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રુમ ખાતે આવેલ પોલીસ ટીમ દ્વારા તા. ૩ના ભીખુભાઇ ડાયાભાઇ વાઘેલા રહે. દ્વારકા બસ સ્ટેશન સામે જી. દેવભુમી દ્વારકાવાળા પોતાના પરિવાર સાથે દ્વારકાથી જામનગર તેઓના દિકરા તથા દિકરીના લગ્ન પ્રસંગ માટેની ખરીદી કરવા જામનગર આવેલ અને જામનગર દરબારગઢથી ખરીદી કરી દરબારગઢથી ખંભાળીયા  ગેઇટ સુધી ઓટો રીક્ષા મારફતે ઘર જતી વખતે લગ્ન પ્રસંગની ખરીદી કરેલ સર સામાન કપડા ભરેલ થેલો તથા સુટકેશ જેની કિ. ૫૦૦૦૦નો રીક્ષાની ઉપર કેરીયરમાં સામાન ભુલી ગયા હતા.
જામનગર પોલીસ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રુમના પીએસઆઇ  પી.પી. જાડેજા તથા સ્ટાફના એએસઆઇ પરેશભાઇ ખાણધર તથા રાધેશ્યામ અગ્રાવત, પોલીસ કોન્સ. પારુલબેન નિમાવત, રેખાબેન દાફડા, વર્ષાબા જાડેજા, રીનાબા વાઘેલા સહિતના અધિકારી કર્મચારીઓ દ્વારા અલગ અલગ સીસીટીવીની મદદથી રીક્ષાના નંબર શોધી તેના ચાલકને શોધી ગણતરીની કલાકમાં અરજદાર તેમની કિંમતી સામાન પરત કરી દ્વારકા ખાતે રવાના કરેલ હોય જે પોલીસ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રુમના અધિકારી ટીમે તપાસ કરી અજરદારનો કિંમતી સામાન પરત કરી સારી કામગીરી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application