પોરબંદરમાં સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં છ લાખથી વધુની રકમ પોલીસે પરત અપાવી છે.
ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડીટ કાર્ડ /ડેબીટ કાર્ડ ગીક્ટ ફ્રોડ ફાઈનાન્સીયલ ફ્રોડ તથા ફેસબુક ઈસ્ટાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગુગલ કસ્ટમર કેરના નામે પોરબંદર જિલ્લાના જુદા જુદા સાયબર ફ્રોડના બનાવોમાં ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રામ અંતર્ગત ફરિયાદી/અરજદારને ા. ૬,૭૦,૨૮૨/- પરત અપાવતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોરબંદર
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ તથા નાયબ પોલિસ અધિક્ષક ઋતુરાબાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુન્હાઓના તાત્કાલીક નિરાકરણ અનુસંધાને પોરબંદર જીલ્લામાં બનતા સાયબર ફ્રોડ બનાવો જેવા કે, ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડીટકાર્ડ-ડેબીટ કાર્ડ ગીફ્ટ ફ્રોડ ફાઈનાન્સીયલ ફ્રોડ તથા ફેસબુક ઈસ્ટ્રાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગુગલ કસ્ટમર કેરના નામે ફરિયાદી-અરજદારો સાથે ફ્રોડના બનાવ બનેલ જે પૈકી કુલ ૧૨ અરજદારોને ‘તેરા તઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી-અરજદારોને અત્યાર સુધીમાં .૬,૭૦,૨૮૨ પરત અપાવવામાં આવી છે આથી પોરબંદર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે,ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડીટકાર્ડ/ડેબીટ કાર્ડ, ગીફ્ટ ફ્રોડ ફાઈનાન્સીયલ ફ્રોડ તથા ફેસબુક,ઇન્સ્ટાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા સમયે ખરાઈ કરવી અને હંમેશા જે તે કંપની/બેંકની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો.તેમજ કોઈપણ અજાણ્યાના કહેવા પર રીમોટ ડેસ્કટોપ શેરીંગ એપ્લીકેશન જેવી કે ટીમ વ્યુઅર, એનીડેસ્ક, અવ્વલ ડેસ્ક વગેરે જેવી ડાઉનલોડ કરવી નહી. આ કામગીરીમાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પી.આઈ.કે.એમ. પ્રિયદર્શી,પી.એસ. આઈ.એસ.કે.જાડેજા, એ.એસ.આઈ. એ.આર. ચૌહાણ, એ.એસ.આઈ.કે.બી. ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ વી.પી દીક્ષિત, યુ.પી.સી. જયેશભાઈ જી. મા તથા વુમન પોલીસ કોન્સ્ટેબલઅંજનાબેન બાવનભાઈ વગેરે રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech