જામનગર જિલ્લામાં ગુંડા તત્વો અંગેની માહિતી આપવા પોલીસ તંત્રનો અનુરોધ

  • March 21, 2025 09:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર અને જિલ્લામાં કોઈ પણ ગુંડા તત્વો નાગરિકોને પરેશન કરતા હોય તો જામનગર શહેર -જિલ્લાના કોઈપણ નાગરિકે વિના સંકોચે જામનગરના પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પ્રજાજનોને અનુરોધ કરાયો છે.


જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા આપવા ની સાથે અનુરોધ કરાયો છે, કે નાગરિકોએ પોતાના રહેણાંક વિસ્તાર, આપના વ્યવસાય/નોકરીના સ્થળની આજુબાજુમાં કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ લુખ્ખાગીરી કરનારા, ભય ફેલાવાનારા કે અન્ય કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય કરનારા અસામાજિક તત્વો ની રંજાડ હોય તો આવા તત્વો વિરુદ્ધ પોલીસે ખાસ ઝૂંબેશ શરૂ કરી છે.


આથી જિલ્લાની તમામ જાહેર જનતાને આવી ગુંડાગીરી અને અસામાજિક તત્વો બાબતેની કોઈપણ જાણકારી હોય તો વિના સંકોચે ભય મુક્ત બનીને પોલીસને જાણ કરી શકે છે.


આવી કોઈપણ જાણકારી અથવા ફરિયાદ હોય તો જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર : (૦ર૮૮) ૨૫૫૦૨૦૦ તેમજ જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર : ૬૩૫૯૬ ૨૭૮૦૦ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
​​​​​​​

જામનગર શહેર - જિલ્લાના કોઈ પણ નાગરિકો આવા અસામાજિક તત્વોના નામ, સરનામું કે અન્ય માહિતી વગેરે કોઈ પણ નાગરિકો પોલીસ ને મોકલી શકે છે. જે માહિતી શેર કરનાર વ્યક્તિની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application