રાજકોટના સોની વેપારીએ લીંબડીમાં ઝેરી દવા પી જઇ આપઘાત કરી લીધો હતો.જે અંગે સોની વેપારીને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરનારા રાજકોટના ૪ શખસો સામે લીંબડી પોલીસ મથકમાં મૃતકના પુત્રે ફરિયાદ નોંધવાતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં શ્રમજીવી સોસાયટી, ઢોલારિયાનગર, બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા સોનાની મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હિરેન અશ્વિનભાઈ આડેસરા(સોની)એ સોનાની ચોરી કરી છે! એવી કબૂલાત કરાવી રાજકોટના સોનાના વેપારી ધર્મેશ પારેખ, અતુલ પારેખ, મનોજ પ્રહલાદભાઈ અને વિવેક ઉર્ફે ભૂવો વિનુભાઈ પટેલે વકીલ પાસે નોટરી લખાણ કરાવી લીધું હતું. નોટરી લખાણ બાદ ચારેય વેપારીએ હિરેન સાથે સમાધાન કરી લીધું હતું.
છેલ્લા એક મહિનાથી ધર્મેશ, અતુલ, મનોજ અને વિવેક પટેલે બાબરિયા કોલોની, રામેશ્વર–૫માં રહેતાં હિરેનના પિતા અશ્વિનભાઈ આડેસરાને નોટરી લખાણ સમાજમાં દેખાડી બદનામ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવા લાગ્યા હતાં.દરમિયાન ગત તા.૧૪૧૦ અશ્વિનભાઈ આડેસરા પત્ની ચાલતા સાથે વિવાહિત પુત્રી ભાવિકાના ઘરે લીંબડી આવ્યા હતા. બપોર પછી પુત્રીના ઘરેથી નીકળી રાજકોટ જવા માટે પતિ–પત્ની લીંબડી હાઈવે સર્કલ પાસે પહોંચ્યા હતા. યાં ૬૦ વર્ષના અશ્વિનભાઈને ઊલટી થવાનું શ થઈ ગયું હતું. ચાલતાબેને ઊલટી થવાનું કારણ પૂછયું તો અશ્વિનભાઈએ જણાવ્યું કે, તેમણે ધર્મેશ, અતુલ, મનોજ અને વિવેકના ત્રાસથી કંટાળી તેમને ઝેરી પદાર્થ ગટગટાવી લીધો છે. તેમને સારવાર અર્થે લીંબડી અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા યાં તેમનું મૃત્યુ થયું હતું. અશ્વિનભાઈ પાસેથી સ્યૂસાઈડ નોટ મળી હતી જેમાં ધર્મેશ, અતુલ, મનોજ અને વિવેકના ત્રાસથી કંટાળીને તેમણે જીવન ટૂંકાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યેા હતો.જેથી આ મામલે મૃતકના પુત્ર હિરેનભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે રાજકોટના ચારેય વેપારી સામે વૃધ્ધને મરવા મજબૂર કરનાર અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech