ઈંગ્લીશ દારૂની નાની મોટી ૧૦૪ બોટલ સાથે ચાર શખ્સો ઝડપાયા : બે ફરાર
જામનગર શહેર તેમજ નાઘેડીમાં પોલીસે દારૂના જુદા જુદા પાંચ દરોડા પાડી ઈંગ્લીશ દારૂની ર૭ બોટલ તેમજ ૭૭ ચપટા કબ્જે કરી ચાર શખ્સોને ઝડપી પાડયા છે. જ્યારે બે શખ્સોને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં આર્યસમાજ રોડ પર મીરા દાતારની દરગાહ પાછળ રહેતો ઈરફાન ઉર્ફે એલ્બો ઈસ્માઈલ બ્લોચ નામનો શખ્સ પોતે ખાનગીમાં દારૂનું વેચાણ કરતો હોય તેવી બાતમી પોલીસને મળતાં તેમના રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાં સંતાડવામાં આવેલ રૂા. ૧૧ હજારની કિંમતની રર બોટલ મળી આવતા મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી હાજર મળી આવેલ ન હોય તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત મૂળ કલ્યાણપુરના ભીંડા ગામે રહેતો અને હાલ જામનગર નજીકના ગોરધનપર ગામે રહેતો રવિ સાજણભાઈ ભીંડા નામનો શખ્સ પોતાના જીજે૧૦ ઈએ ૪૭૭૭ નંબરના મોટર સાયકલ પર નાઘેડીના પાટિયા પાસે ગ્રીન વીલ માર્ગેથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેને આંતરી તલાશી લેતા તેના કબ્જામાંથી રૂપિયા પાંચ હજારની કિંમતના ઈંગ્લીશ દારૂના પ૦ ચપલા મળી આવ્યા હતા. જેથી મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.
જ્યારે મૂળ પોરબંદરના રોઝડા ગામે રહેતો અને હાલ શહેરના રણજિતસાગર રોડ પર સાઈબાબાના મંદિર પાસે, વૃંદાવન શેરી નંબર ર માં હરદીપસિંહ મંગલસિંહ જેઠવા નામનો શખ્સ રણજિતસાગર રોડ પર કુદરત બંગલોની સામે સરદાર પાર્ક પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેને રોકી તેની તલાશી લેતાં તેના કબ્જામાંથી ર૦૦૦ કિંમતની ચાર ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ રપ૦૦ની કિંમતના દારૂના રપ ચપલા મળી આવતાં મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત જામનગરના સાધના કોલોની, બ્લોક નંબર એમ–પ૪, રૂમ નંબર ૩૯૦૩માં રહેતો મન અનિલભાઈ વ્યાસ નામનો બ્રાહ્મણ યુવાન સાધના કોલોનીના પહેલાં ઢાળિયા પાસેથી પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતાં તેમના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂના બે ચપટા મળી આવતાં આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે દિવ્યેશ ઉર્ફે દિવલો મનસુખભાઈ ચૌહાણ નામના શખ્સને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે શહેરના ગોવાળની મસ્જિદ, ભાટની આંબલી પાસે, તળાવ ફળી પાસે રહેતો હાર્દિક અતુલભાઈ ચુડાસમા નામનો શખ્સ જોલી બંગલા પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ધરપકડ કરી છે.
જામનગર માં રહેણાક મકાન માંથી ૨૨ બોટલ દારૂ નો જથ્થો મળી આવ્યો : આરોપી ફરાર
જામનગર માં આર્ય સમાજ રોડ, મિરા દાતાર ની દરગાહ પાછળ, કેનાલના કાંઠે રહેતા ઈરફાન ઉર્ફે એલબો ઇસ્માઇલભાઇ બ્લોચ નાં મકાન મા દારૂ હોવા ની બાતમી નાં આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ સમયે તેના મકાનમાંથી રૂપિયા રૂ .૧૧ હજાર ની કિંમતની ૨૨ નંગ દારૂ ની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો . જો કે દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો આથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech