વડત્રા ગામે મધરાત્રે જુગારની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકી

  • October 23, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઠ જુગારીઓ ઝબ્બે


ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે મોડી રાત્રિના સમયે એલસીબી પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા આઠ શખ્સોને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.



ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર વડત્રા ગામે આવેલા એક મંદિર પાસેના ચોરામાં જુગાર રમાતો હોવાથી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફે રાત્રિના અઢી વાગ્યાના સમયે જુગાર દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી મેહુલ દેવાણંદભાઈ ચાવડા, અશ્વિન ભીમજીભાઈ જગતિયા, વિપુલ દામજીભાઈ જગતિયા, ભરત ગોવિંદભાઈ જગતિયા, રાજુ નથુભાઈ રાઠોડ, પરબત લખમણભાઈ ચાવડા, લખમણ સોમાભાઈ રાઠોડ અને રામા વરવાભાઈ ચાવડા નામના આઠ શખ્સોને ગંજીપતા વડે રોન પોલીસ નામનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા.



પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 37,010 રોકડા તથા રૂપિયા 29,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 66,010 નો મુદ્દામાલ કરજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application