સાત શકુની ઝડપાયા
જામનગરમાં ગુલાબનગર, ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય, તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ મકાનમાલિક સહિત સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૪,૬પ૦ કબ્જે કર્યા હતા.
આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરના ગુલાબનગર, ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતો નિમેષ વિનોદભાઈ પરમાર નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય, તેવી બાતમી સિટી બી. ડિવિઝન પોલીસને મળી હતી. જેથી પોલીસ ટૂકડી ઘટનાસ્થળે જઈ દરોડો પાડતાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ મકાનમાલિક નિમેષ વિનોદભાઈ પરમાર, નવિન ખીમજીભાઈ ચૌહાણ, પ્રિતેશ કરશનભાઈ નકુમ, ધીરજભાઈ પ્રાગજીભાઈ ખાણધર, વિજય રવજીભાઈ કણજારિયા, કેતન ધનજીભાઈ નકુમ અને હિતેષ દયાળજીભાઈ મઘોડિયા સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી રોકડ રૂપિયા ૧૪,૬પ૦ની રકમ કબ્જે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
May 15, 2025 01:20 PMજામનગર શહેરમાં રૂ. ૧.૮૧ કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એકની અટક
May 15, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech