મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપમાં જુગારધામ ઉપર પોલીસનો દરોડો

  • September 20, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પ્રભુકૃપા ટાઉનશીપ ફોરસ્કવેર-૧ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપ દશરથભાઈ પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો અને સામગ્રી પૂરી પાડીને તેની અવેજીમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા પ્રદિપ દશરથભાઇ પટેલ, અંકિત દશરથભાઇ પટેલ, નિજામ કરીમભાઇ જેડા, નિલેષ મનસુખભાઇ વાડોલીયા, ભીખુ વનરાવનભાઇ ઠકરાર, નુતન નવીનભાઇ વાઢારા, સંગીતા અજયભાઇ સોલંકી, ચેતના નવીનભાઇ અને સોનલ હિતેષભાઇ રબારીને રૂ.૨૦,૦૦૦ની કિમતના ૪ મોબાઈલ ફોન અને રોકડ રૂ.૮૪,૫૦૦ સહિત કુલ રૂ. ૧,૦૪,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસના પી આઈ ડી.એમ.ઢોલ, પી એસ આઈ એન.એચ.ચુડાસમા, પી એસ આઈ કે.એચ.ભોચીયા,પી એસ આઈ એ.ડી.જાડેજા, રામભાઈ મંઢ, નીરવ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર સહિતની ટીમે કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application