સાત શખ્સો ઝડપાયા
ભાણવડ ટાઉન વિસ્તારમાં રહેતા ગુલમામદ ઉર્ફે ગુલો ઈસ્માઈલભાઈ જેઠવા નામના 42 વર્ષ મુસ્લિમ શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને ચલાવાતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. અહીં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ગુલમામદ ઉર્ફે ગુલો જેઠવા, કેશવ ઉર્ફે કેશુ રણમલ ઓડેદરા, નિલેશ રસિકભાઈ સાંગેચા, રિઝવાન ઈરફાન સમા, જેશા ભીમશી ખોલા, મનોજ રમણીકગીરી ગોસ્વામી અને શૈલેષ સુભાષ વાવેચા નામના સાત શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
આ સ્થળેથી પોલીસે રૂપિયા 13,220 રોકડા તેમજ બે મોબાઈલ ફોન અને ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 68,720 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે દાત્રાણાનો શખ્સ ઝડપાયો
ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા અશોક ભીમશી ચાવડા નામના 26 વર્ષના શખ્સને કલ્યાણપુર પોલીસે ભાટીયા ગામ નજીકથી કિયા સોનેટ મોટરકાર નંબર જી.જે. 37 જે. 9885 માં વિદેશી દારૂ સાથે નીકળતા ઝડપી લઇ, રૂપિયા પાંચ લાખની મોટરકાર સહિત કુલ રૂપિયા 5,02,479 નો મુદ્દામાલ કબજે કરી, તેની સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech