હળવદના ટીકરમાં થયેલ મારામારીના બનાવમાં પોલીસની વ્હાલા દવલાની નીતિ ?

  • February 12, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ તાલુકાના ટીકર ગામે મારામારીમા ઘાયલો હોસ્પિટલના બિછાને પડ્યા છે તો સામે પક્ષના આરોપીઓને પોલીસ્ મથકેથી જામીન આપી છોડી મુક્યાની ચચર્િ છે. લોહીયાળ જુથ અથડામણમાં કેવી કલમો લગાડી કે આરોપીઓને પોલીસ સ્ટેશનથી જ જામીન મળી ગયા? આ બાબત હળવદ ઙ્કંઙ્ખક્માં ટોપ ઓફ ધી ટાઉન બની છે.
હળવદ તાલુકાના ટીકર ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં શેરીમાં મોટરસાયકલ ચલાવવા બાબતે બોલાચાલી થતા એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીમાં છરી ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી અકબર હાસનભાઈ ભટ્ટી ઉ.વ્ 55 રહે ટીકર હળવદ જુસબ હાસનભાઈ ભટ્ટી ઉં.વ વર્ષ 50 રહે.ટીકર હબીબ હાસમભાઈ ભટ્ટી રહે.ટીકર સાબિર અકબરભાઈ ભર્ટી રમજાન અકબરભાઈ ભર્ટી સહીત પાંચ લોકોને ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જેમાં એક ઈજાગ્રસ્ત રમજાન અકબરભાઈ ભર્ટી ઉંમર વર્ષ 19 વાળાને શરીરે ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનામાં હળવદ પોલીસે કિન્નાખોરી દાખવી હોવાની લોકચચર્એિ ઙ્કંઙ્ખક્માં ભારે ચકચાર મચાવી છે જેથી હળવદ પોલીસ સામે સવાલો ઉઠતા ભારે ચચર્એિ જોર પકડ્યું છે જેમાં ઈજાગ્રસ્ત લોકોને છરી ધોકા જેવા ઘાતક હથિયારોથી ગંભીર ઇજાઓ પહોંચી હોય અને મોરબી રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં હળવદ પોલીસે આરોપીઓને છાવરીને સામાન્ય કલમો હેઠળ અટકાયત કરી પોલીસ મથકેથી જ જામીન મુક્ત કયર્િ હોવાની લોકચચર્િ ઉઠતાં સમગ્ર હળવદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે ઉલ્લ ેખનીય છેકે હળવદ પોલીસની કિન્નાખોરી ભર્યુ પગલું હાલ તો ચચર્નિો વિષય બન્યો છે કેમ કે ફરીયાદપક્ષના સભ્યો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલના બિછાને પડ્યા છે તો બીજી તરફ સામે પક્ષના આરોપીઓને પોલીસ્ મથકેથી જ જામીન આપીને છોડી મુક્યાની ચચર્એિ જોર પકડતા્ મોરબી એસપી આ અંગે તપાસ કરે તો સત્ય બહાર આવે તેમ છે તેમજ આ ગંભીર ઘટનામાં ઘાતક હથિયારો સાથે  મારામારી  થઇ હોવા છતા જો જામીન પોલીસ સ્ટેશનથી જ મળી ગયા હોય તો પોલીસે કેવી કલમો લગાડી ?કે છોડી મુકાયા જેવી ચચર્એિ ભારે જોર પકડયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application