BREAKING NEWS

હોળી ધુળેટી પર્વની પોલીસ અધિકારી અને કર્મચારીઓદ્વારા ઉજવણી

  • March 05, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રંગોનો તહેવાર એટલે હોળી ધુળેટી પર્વ જે તહેવાર દરેક સમાજના લોકો એક મેકથી રંગો ઉડાવી ધામ ધૂમ પૂર્વક પરિવાર મિત્રો અને સ્નેહીજનો જ નહીં પરંતુ આ તહેવાર તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ પણ રંગે ચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે ધુળેટીના રંગમાં રાજકોટ ગ્રામ્ય અને શહેરની પોલીસ પણ પરીવાર સાથે રંગે રંગાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના જવાનોએ પરીવાર સાથે કલરની છોળો ઉડાવી ધુળેટી પર્વની શાનદાર ઉજવણી કરી હતી.


રાજકોટમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવના નિવાસસ્થાને ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્હેલી સવારથી જ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ પ્રથમ એસપી વિજયસિંહ ગુર્જરના નિવાસસ્થાને ધુળેટીની ઉજવણી કરી હતી. જે બાદ એસપી વિજયસિંહ ગુર્જર, એએસપી સીમરન ભારદ્વાજ, ડીવાયએસપી કે.જી.ઝાલા સહિતના તમામ ડીવાયએસપી તેમજ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા, એસઓજી પીઆઈ એફ.એ.પારગી, સહિતનો ગ્રામ્ય પોલીસનો સ્ટાફ રેન્જ આઈજીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં અને ધુળેટીની ઉજવણીમાં જોડાયા હતાં.


આ ઉપરાંત રેન્જ આઈ જી ના નિવાસ્થાને શહેર પોલીસના એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈ,ડીસીપી હરપાલસિંહ જાડેજા, સહિતના અધિકારીઓ એ ધુળેટી પર્વ ની ઉજવણી કરી હતી


જ્યારે શહેર ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ધુળેટી બંદોબસ્ત જાળવ્યા બાદ પીઆઇ સહિતના અધિકારીઓ અને જવાનોએ પોતાના પરીવાર સાથે ધુળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતાં.


આ ઉપરાંત રેન્જ આઈજી બંગલે થયેલ ધુળેટી પર્વની ઉજવણીમાં શહેર અને ગ્રામ્ય પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના જવાનોએ એકબીજા સાથે મળીને એકબીજા પર કલરની છોડો ઉડાડીને પર્વની ઉજવણી કરી હતી, રાજકોટ ગ્રામ્ય અને શહેર પોલીસે એકબીજા સાથે મળી કરેલ ધુળેટી પર્વની કલરફુલ ઉજવણીમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ ઉત્સાહમાં જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application