ગઈ રાતે રોમિયોગીરી કરતા ૪ શખ્સોના બાઇક ડીટેઇન કરાય: અન્ય વાહનચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ અંગે કાર્યવાહી
જામનગરમાં ખાસ કરીને સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને બ્રિથ એનાલાઈઝર મશીન નો ઉપયોગ કરીને દારૂના નશાબાજો ને પકડવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત પોકેટકોપ મોબાઈલ, અને બોડીવોર્ન કેમેરા સાથે ખાસ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા શહેરના ઓશવાળ હોસ્પિટલ નજીક જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ૪ થી વધુ બાઇક ડીટેઈન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસે થી રૂ.૭,૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
જામનગર પોલીસ ની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારા વાહન ચાલકો તેમજ રોમિયોગિરી કરતા આવારા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં હનીટ્રેપ પ્રકરણમાં યુવતિ અને સાગરીતના રીમાન્ડ મંજુર
April 29, 2025 01:33 PMજામનગરની મેડીકલ કોલેજમાં એડમીશનના બહાને ૩.૧૦ લાખ ખંખેર્યા
April 29, 2025 01:26 PMદ્વારકા ઓખા વચ્ચે તંત્ર દ્વારા ધાર્મિક દબાણો હટાવાયા
April 29, 2025 01:24 PMનાવદ્રા ગામમાં રેતી ભરેલા ટ્રેકટર-ટ્રોલી સાથે એકની અટકાયત
April 29, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech