પોરબંદરમાં નવરાત્રી દરમિયાન પોલીસે ચેકિંગ ઝુંબેશ બનાવી સઘન

  • October 04, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં માતાજીના નવલા નોરતા શરૂ થઈ ચુક્યા છે,ત્યારે પોરબંદરમાં પણ અલગ-અલગ જગ્યાએ સાત જેટલી મોટી ગરબી અને ૪૭ જેટલી મધ્યમ કક્ષાની ગરબી સહિત ૨૬૨ જેટલી નાની મોટી ગરબીના આયોજન કરવામાં આવ્યા છે ગરબીના મેદાનમાં નશાખોરો પ્રવેશે નહી તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવાની સાથોસાથ દરેક ગરબીના સ્થળે બ્રીથ એનેલાઇઝરની મદદથી શંકાસ્પદ જણાતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.નવરાત્રી દરમિયાન રોમિયોગીરી અને આવારાતત્વોને કાબુમાં રાખવા માટે પણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસ. ઓ. જી. જિલ્લા ટ્રાફિક પોલીસ, પેરોલ ફર્લો સ્કવોડ, લોકલ ડી. સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે. ચોપાટી નજીક સાત જેટલી મોટી ગરબીના આયોજન થયા છે ત્યારે રિલાયન્સ ફુવારા સર્કલ સહિત આ ગરબીઓની બહાર મહિલાઓ અને બાળાઓની વિશે સુરક્ષાને મહત્વ આપીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.તે ઉપરાંત વાહનચાલકોનું પણ ચેકિંગ કરવામાં આવે છે.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application