હાર્ટ એટેકની જાગૃતિ માટે પોલીસનો પ્રયોગ : પોલીસ કચેરીઓમાં બેનર લગાવ્યા, સ્ટાફને તાલીમ અપાઈ

  • June 07, 2023 02:04 PM 

રાજકોટ પોલીસે હાર્ટ એટેક અંગે જાગૃતતા લાવવા અનોખી પહેલ કરી છે. જેમાં હવે પોલીસ કચેરી ખાતે બેનર લગાવી જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સાથે જ સિવિલ અધિક્ષકની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફને આ અંગેની માહિતી અને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. 


કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા એક અનોખી જ પહેલ કરવામાં આવી છે. શહેરના જામનગર રોડ પર આવેલી ક્રાઇમ બ્રાન્ચની કચેરી, SOG તેમજ સાયબર ક્રાઇમ ખાતે હાર્ટ એટેકની જાગૃતિ અંગેના બેનર લગાવવામાં આવ્યા છે. યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેનરમાં હાર્ટ એટેકના લક્ષણો અંગેની માહિતી આપવામાં આવી છે. સાથે જ પોલીસ અધિકારી અને કર્મચારીઓને આ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. CPR મશીન કરી રીતે ચલાવવું, હાર્ટ એટેકના લક્ષણો અંગેની પણ માહિતી આપવામાં આવી છે. જેથી હાર્ટ એટેક આવે એ પહેલા જ સાવચેતીના પગલાં લઈ શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application