જામનગરમાં મોડી રાત્રે આંટાફેરા કરતા આવારા તત્વોને શોધી કાઢવા પોલીસની ઝુંબેશ

  • June 22, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં મોડી રાત્રીના કેટલાક આવારા તત્વો બિનજરુરી આંટાફેરા અને ધુમ સ્ટાઇલથી બાઇક હંકારતા હોવાની ફરીયાદો ઉઠવા પામતા આ દિશામા: રાત્રી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અનુસંધાને શહેરના દરબારગઢ નાકા બહાર આવેલી પાંચ હાટડી વિસ્તાર, નુરી ચોકડી, હવાઇ ચોક વિસ્તાર તથા એસ.ટી.ડેપો રોડ વિસ્તારોમાં મોડી રાત્રે સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા, તથા દરબારગઢ પોલીસ ચોંકીના પી.એસ.આઇ. વસંતભાઈ ગામેતી સહિત સ્ટાફ દ્વારા ગાડીઓ ના કાગળ, નંબર પ્લેટ, લાયસન્સ જેવા દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા હતા. તેમજ જે ગાડીઓમાં પૂરતા દસ્તાવેજો કે નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય તે ગાડીઓને સીઝ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application