વ્યાપક દરોડામાં બે મહિલા ધંધાર્થીની અટકાયત: ચાલુ ૯ દારુની ભઠ્ઠી પકડાઈ :૫૭૦ લીટર આથો અને ૮૮ લીટર દેશી દારુનો નાશ કરાયો
જામનગર શહેરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના જુદા જુદા વિસ્તારમાં દારૂની ધંધાર્થી મહિલાઓને ત્યાં પોલીસ તંત્રએ તવાઈ બોલાવી હતી, અને સામુહિક દરોડા પાડ્યા હતા, અને બે મહિલાઓની અટકાયત કરી છે, જ્યારે આઠ મહિલાઓને ફરારી જાહેર કરાઇ છે. પોલીસે નવ દારૂની ભઠ્ઠી પકડી પાડી છે, જ્યારે દેશી દારૂ અને દારૂનો આથો કબજે કરી લઈ તેનો નાશ કરાયો છે.
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ સિટી સી. ડિવિઝનના પ્રો. નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા, પી.આઈ. એ.આર. ચૌધરી અને કે.એસ. માણીયા, પીએસઆઇ બરબસીયા, પીએસઆઇ ચુડાસમા સહિતના પોલીસ અધિકારીઓ તથા અન્ય પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને વહેલી સવારના સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગરમાં દિગજામ નજીક ખૂલ્લી ફાટક પાસે, બાવરી વાસ, ઉપરાંત દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯, ગોકુલનગર, શંકર ટેકરી સહિતના જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જે કોમ્બિંગ દરમિયાન કૂલ ૯ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડવામાં આવી હતી, જયારે ૫૭૦ લીટર દેશી દારૂનો કાચો આથો, અને ૮૮ લીટર દેશી પીવાનો દારૂ કબજે કરી લઇ તેનો નાશ કરાયો છે, જ્યારે દેશી દારૂની ભઠ્ઠી ના જુદા જુદા સાધનો કબજે કરવામાં આવ્યા છે.
પોલીસે પાડેલા દરોડામાં બાવરીવાસ વિસ્તારમાંથી સંતોષબેન અમરભાઈ ડાભી, તેમજ ફૂલવંતીબેન કાલુભાઈ બાવરી નામની બે મહિલાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
આ ઉપરાંત સંગીતાબેન ગોરસભાઈ ધાધલ, પૂજાબેન લખનભાઈ કોળી, સુલોચનાબેન શ્યામભાઈ કોળી, સુનીતાબેન શેરસિંગ માલપરા, ગોદાવરીબેન ધરમપાલ પરમાર, રાણીબેન જબરસિંગ માલપરા, સુનિતાબેન મોહનભાઈ બાવરી અને બૈજવંતીબેન રામચંદ્ર કોળી કે જે મહિલાઓ હાજર મળી ન હોવાથી તમામને ફરારી જાહેર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech