વેરાવળના બંદર પર ગત સપ્ટેમ્બર માસમાં પણ ૮ કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે લેન્ડ કરાયો હોવાનો બાદમાં દિલ્હી સુધી પહોંચી ગયો હોવાનોની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેથી ગુજરાત દ્વારા આ મામલે ગુન્હો દાખલ કરી મુખ્ય આરોપી ઈશાના પરીવારના ત્રણ સભ્યોને આરોપી તરીકે ઝડપી વેરાવળ કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરેલ છે. પોલીસે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા માસ્ટર માઈન્ડ ના પરિવાર ને ઝડપી મોટો ઝાટકો આપ્યો છે. પાકિસ્તાની ડ્રગ માફીયા સાથે મળી ગે.કા. હેરોઇનના જથ્થાને ઓમાનના દરીયામાંથી ગુજરાતના વેરાવળના દરીયા કિનારે ઉતારી દિલ્હીમાં ડીલીવરી કરવાના ગુનાહિત કાવતરાનો ગુજરાત એ.ટી.એસ દ્વારા પર્દાફાશ કરવા માં આવ્યો છે. વિદેશમાં બેઠા બેઠા ગુજરાતમાં પરિવારના સભ્યો દ્વારા ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા માસ્ટર માઈન્ડ ઈસાના પરિવારજનોને એ ઉઠાવી લીધેલ છે. આ મામલે ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો અનુસાર ગુજરાત એ.ટી.એસ.ના એસ.એલ.ચૌધરીને બાતમી હકિકત મળેલ કે, જોડીયા, જામનગરના ઇશા હુસૈન રાવ તથા તેની પત્નિ તાહિરા તથા તેનો દિકરો અરબાઝ હેરોઇનનો ધંધો કરે છે. ઇશા હુસૈન રાવ હાલમાં આફ્રિકન કન્ટ્રીમાં છે. ઇશા હુસૈન રાવે ગઇ સાલના સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં કેટલોક હેરોઇનનો જથ્થો પાકિસ્તાનના મુર્તુઝા મારફતે દરીયામાં વેરાવળની બોટ મારફતે ઉતારી દિલ્હી સુધી પહોંચડેલ હતો.
જે બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ.ના પી.આઈ. બી.એમ.પટેલને ગુપ્ત રાહે આ અંગે તપાસ કરવા જણાવવામાં આવેલ. જે તપાસમાં જણાઇ આવેલ કે, ગત સપ્ટેમ્બર ૨૦૨૩માં જામનગર જોડીયાના ઇશા હુસૈન રાવે તથા પાકિસ્તાની મુર્તુઝા તથા ઇશા રાવની પત્નિ તાહિરા તથા તેના દિકરા અરબાઝે તથા તેની દિકરી માસુમાએ તથા તેની દિકરી માસુમાના મંગેતર રિઝવાન નોડે દ્વારા ગે.કા. માદક પદાર્થ હેરોઇનનનો જથ્થો બોટ મારફતે ઓમાનના દરીયામાંથી ગુજરાતના વેરાવળના દરીયા કિનારે ઉતારી તેને દિલ્હીમાં ડીલીવરી કરવાનું ગુનાહિત કાવતરુ રચેલ. ઇશા રાવની સુચના મુજબ બીજા દિવસે બપોરના બારેક વાગે આ હેરોઇનનો થેલો રિઝવાન તથા માસુમાએ આસિફ સમાની ઉભેલી ઇકો કારમાં મુકેલ અને આસિફ સમાએ આ ૮ કિલો હેરોઇનનો થેલો દિલ્હી તિકલનગરમાં કોઇ નાઇઝીરીયન અગર તો સાઉથ આફ્રિકાના માણસને ડીલીવરી કરેલ. જે હેરોઇનના વેચાણ પેટે મેળવેલ નાણાં કુલ રૂ. ૨૬.૮૪ લાખ, આરોપી ઇશા રાવ દ્વારા પોતાના માણસો મારફતે આ ગુનાના આરોપીઓને મોકલાવેલ હોવાનું હાલ સુધીની તપાસમાં ખૂલવા પામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech