રેતી અને દારૂના ધંધામાં પોલીસની મિલીભગત છે: કાછડિયાનો આક્ષેપ

  • May 31, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ અમરેલીના જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણેએ એસપી પર બુટલેગરો પાસેથી મલાઈ ખાવાનો આક્ષેપ કર્યો હતો તે પછી હવે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પોલીસ વડા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે,'રેતી અને દારૂના ધંધામાં પોલીસની મિલીભગત છે.'


એસપીએ ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તેની તપાસ કરવા અંગે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ કહ્યું કે, 'ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોના બળે ચાલે છે. પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તાથી ચાલતી નથી.' આ ઉપરાંત તેમણે કહ્યું કે, પોલીસ દારૂ પીવે તેની પાસેથી પૈસા લો અને બુટલેગરો પાસેથી પણ પૈસા લો છો આ બુધી બંધ કરવો.'

ઉલ્લેખનીય છે કે, જિલ્લા- તાલુકા પંચાયતના સભ્યો અને લીલીયા તાલુકાના નેતાઓએ પોલીસ સામે મોરચો માંડ્યો છે અને અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતા હોવાનો ભાજપના નેતા વિપુલ દૂધાતે આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત લીલીયા વેપારી મંડળ, ડાયમંડ એસો.ના પ્રમુખે બેફામ અડ્ડા ધમધમતા હોવાનો આરોપ લગાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application