દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા ફિશીંગ બોટોનું ચેકિંગ

  • January 17, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિશિંગ માટેના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા સબબ અનેક માછીમારો સામે કાયદેસરની કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોસ્ટલ સિક્યુરિટી તેમજ દરિયાઈ વિસ્તારની સલામતીના હેતુથી પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ તથા બોટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. સ્ટાફએ દ્વારકાના રૂપેણ બંદર સહિતના જુદા-જુદા વિસ્તારોમાં દરિયાઈ વિસ્તારોમાં માછીમારી બોટના ચેકિંગની કામગીરી કરી હતી.
એસ.ઓ.જી. સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કુલ ૭૯ બોટનું વિવિધ મુદ્દે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ફિશિંગ માટેના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા સબબ અકબર મુસા ઇસબાણી, અશરફ કરીમ સમા, અકબર હુસેન ઇસબાણી, ઈકબાલ ઓસમાણ લુચાણી અને મહમદ કમુ લોઠીયા નામના પાંચ શખ્સો સામે ફિશરીઝ એક્ટની કલમ હેઠળ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. દરિયાઈ વિસ્તારમાં જો કોઈ શંકાસ્પદ બોટ કે આ પ્રકારની હિલચાલ જણાય આવે તો તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટાફ અથવા સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરવા પોલીસ તંત્ર દ્વારા સ્થાનિકોને સમજાવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application