શહેરના મોરબી રોડ પર ગોકુલ કોમ્પલેક્ષમાં રહેતી ૩૬ વર્ષીય પરિણીતાએ ચાર દિવસ પૂર્વે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી પતિ સામે પત્નીને આપઘાતની ફરજ પાડવા અંગે ગુનો નોંધ્યો હતો.પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડ રોડ પર ચિત્રકૂટધામમાં રહેતા અને હાલ નિવૃત જીવન પસાર કરનાર રમેશભાઈ વિરમભાઈ ડોડીયા(ઉ.વ ૫૮) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પોતાના જમાઈ મોરબી રોડ પરના ગોકુળ કોમ્પલેક્ષમાં રહેતા આનદં રાઘવભાઇ રાઠોડ (ઉ.વ ૩૫) નું નામ આપ્યું છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દીકરીના લના એકાદ વર્ષ બાદ પતિ આનદં દા પીવાની કુટેવ ધરાવતો હોય હેતલને ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકતો હોવાથી તે પિતાના ઘરે જતી રહેતી હતી પરંતુ પરિવારજનો તેને સમજાવી પરત સાસરીયે મોકલતા હતા. પતિ નશો કરી કહેતો હતો કે, મારે બીજી છોકરી સાથે અફેર છે મારે તારી જર નથી તારે મરવું હોય તો મરી જા તેમ કહી ઘરમાંથી કાઢી મૂકતો હોવાની વાત દીકરીએ પરિવારજનોને જણાવી હતી. અગાઉ પણ તે પતિના ત્રાસથી ન્યારી ડેમમાં આપઘાત કરવા માટે ગઈ હતી પરંતુ સિકયુરિટીમેને તેને બચાવી લીધી હતી.
હેતલના ભાઈ મયુરના દીકરાનો જન્મદિવસ હોય જામનગર રોડ પર આવેલી હોટલમાં સેલિબ્રેશન રાખ્યું હતું.આ દરમિયાન હેતલ રડવા લાગતા ભાભી હર્ષિતાએ આ બાબતે પૂછતા કહ્યું હતું કે, આજે મેં આનંદને અમારા ઘરમાં કોઈ પરક્રી સાથે જોયો હતો.આથી તેને આ બાબતે પૂછતા તેણે બોલાચાલી કરી ઝઘડો કર્યેા હતો અને તું હવે મને ગમતી નથી તારે મરવું હોય તો મરી જા તેમ કહ્યું હતું. જે બાબતે હેતલના ભાભીએ બીજા દિવસે પરિવારજનોને વાત કરી હતી.
દરમિયાન થોડીવાર બાદ તેમના સંબંધીએ મયુરને ફોન કરી હેતલે ગળાફાંસો ખાઈ લીધો હોવાની વાત કરી હતી. જેથી આ મામલે હેતલના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિ સામે આઇપીસીની કલમ ૩૦૬, ૪૯૮(ક), ૫૦૪ મુજબ ગુનો .
નોંધ્યો હતો.પીએસઆઇ એમ.આઇ.શેખ તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી પતિ આનદં રાઘવભાઇ રાઠોડને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech