વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ગુનાઓ ઉકેલવા માટે સક્રિય હોય, દરમિયાન હ્યુમન સોર્સ અને સીસીટીવી ફટેજના આધારે કો.દર્શિતભાઈ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ ઝાલાને એક ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લ ા આઠેક મહિનાથી નાસતો ફરતો આરોપી રાજકોટના કુબલીયાપરામાં હોય, જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી કમલેશ ઉર્ફે કમો દીપકભાઇ સોલંકી (ઉ.વ. ૨૯, રહે. કુબલીયાપરા, શેરી ન.ં ૫, મચ્છી ચોક પાસે, રાજકોટ)ને ઝડપી પાડી આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પૈકી એક સોનાનો ચેઇન, સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી તથા રોકડ રકમ રૂા.૧,૦૭,૦૦૦ સહિત કુલ રૂા.૧,૩૯,૦૦૦નો મુદ્દામાલ રિકવરી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લ ા આઠ મહિનાથી પોલીસને થાપ આપીને નાસતા–ફરતા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે, જેમાં પોલીસે બાતમી અને સીસીટીવી ફટેજના આધારે આરોપીને રાજકોટના કુબલીયાપરા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ વી. એસ. સિંધવના માર્ગદર્શન હેઠળ હેડ કો. યશપાલસિંહ પરમાર, વીરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા કો. રાણીંગભાઇ ખવડ, દર્શિતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઇ પરમાર અને જગદીશભાઇ રંગપરા સહિતની ટીમ જોડાઇ હતી