એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા પેટ્રોલીંગ : જુદા જુદા મતદાન મથકો ખાતે ચુસ્ત બંદોબસ્ત : 106 પોલીસ મોબાઇલ વેનની ટીમ કાર્યરત
જામનગરમાં આજે લોકસભા સમાન્ય ચુંટણી-2024નું મતદાન સવારે શાંતીપુર્ણ રીતે શ થયુ હતું, જે માટે જામનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જામનગર જીલ્લાની જનતા મુકત રીતે અને કોઇપણ જાતના ભય વગર લોકો મતદાન કરી શકે તે માટે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના મુજબ ચુંટણી સબંધે તકેદારીના ભાગપે પગલા લેવામાં આવ્યા છે.
લોકસભા સામાન્ય ચુંણી-2024ના મતદાન સમયે લોકો મુકત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જામનગર જીલ્લા ખાતે 7 કંપની સેન્ટ્રલ આર્મડ ફોર્સ તથા 1386 પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા 1549 હોમગાર્ડ, જીઆરડી, એસઆરડીના સભ્યો તથા 25 એસઆરપી, ફોરેસ્ટ અધિકારી એ રીતેના કર્મચારીઓને ચુંટણી ફરજ બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે.
મતદાન સમયે કુલ 5 લેયમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમા પ્રથમ સેન્ટ્રલ આર્મડ ફોર્સના જવાનો તથા પોલીસ કર્મચારી, હોમગાર્ડ, એસઆરડી સભ્યો તથા કયુઆરટી ટીમ, ફાઇંગ સ્કોડમાં એલસીબી, એસઓજીની ટીમો તથા રૂટ પેટ્રોલીંગ, સુપરવિઝન અધિકકારી એ રીતે મતદાન સમયે કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
જામનગર જીલ્લામાં તમામ બુથમાંથી જે બુથ ક્રિટીકલ તરીકે આઇડેન્ટીફાય કરવામાં આવેલ છે તેવા બુથ પર વધુ પોલીસ બંદોબસ્ત તથા આર્મસ ફોર્સ બુથ પર મુકવામા આવેલ છે, આવા ક્રિટીકલ બુથો જે અલગ અલગ રૂટ પર આવતા હોય તેવા રૂટ પર અસરકારક રીતે પેટ્રોલીંગ કરવા માટે પોલીસની ટીમ બનાવવામાં આવી છે.
આવા ક્રિટીકલ બુથવાળા વિસ્તાર સંવેદનશીલ વિસ્તારમાં જરીયાત મુજબ ડ્રોન સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે, સંવેદનશીલ/ગીચ વિસ્તારોમાં અસરકારક પેટ્રોલીંગ કરી શકાય તે માટે માઉન્ટેડ પેટ્રોલીંગ રાખવામાં આવેલ છે,
મતદાન સમયે લોકો તરફથી આવતી ફરીયાદો તથા ઉપસ્થીત થતા પ્રશ્ર્નોને અસરકારક રીતે તેમજ સમયસર નિવારણ માટે વિવિધ કયુઆરટી ટીમો રાખવામાં આવી છે. મતદાન કરવા માટે આવતા દિવ્યાંગ મતદારોને મતદાનના દિવસે કોઇ તકલીફ ન પડે તે માટે જામનગર જીલ્લા પોલીસ સંવેદનશીલતાથી કાર્ય કર્યુ છે.
106 પોલીસ મોબાઇલ વેનની ટીમ - કયુઆરટી ટીમ કાર્યરત કરવામાં આવી છે અને જો કોઇ જગ્યાએ અવ્યવસ્થા જેવું જણાય તો 5 મિનીટમાં મોબાઇલ વેન સ્થળ પર પહોચી જશે એ પ્રકારની સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બંદોબસ્તમાં જામનગર જલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ઉપરાંત 4 એસપી, 7 ડીવાયએસપી, 23 પીઆ, 80 પીએસઆઇ સહિતનો કાફલો જોડાયો છે.
લોકસભા સામાન્ય ચુંટણી-2024ના મતદાન સમયે જે રૂટ પેટ્રોલીંગમાં તેમજ બુથ તથા કયુઆરટીમાં રહેલ પોલીસ અધિકારી/કર્મચારી પોતાની ફરજ તેમજ વિસ્તારથી અવગત થવા માટે બંદોબસ્ત રીહર્સલ રાખેલ હતું.
આમ જામનગર શહેર તથા ગ્રામ્ય ડીવીઝન વિસ્તારોમાં નાગરીકો પોતાનો મત નિષ્પક્ષ તથા નિર્ભય તથા મુકત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે તમામ જરૂરી પગલા જામનગર જીલ્લા પોલીસ દ્વારા લેવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રેનના સામાન્ય વર્ગમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, રેલવેની આ યોજના મુસાફરીને બનાવશે સરળ
November 24, 2024 07:31 PMસંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં 21ની અટકાયત, કમિશનરે કહ્યું- 20થી વધુ પોલીસકર્મી ઘાયલ
November 24, 2024 07:28 PMવિરાટ કોહલીએ 491 દિવસ પછી ટેસ્ટ સદી ફટકારી, તોડ્યો સચિનનો રેકોર્ડ
November 24, 2024 06:33 PMઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર, લખનૌએ તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો
November 24, 2024 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech