રાજકોટ ક્ષત્રિય સંમેલનને લઈને પોલીસ એલર્ટ

  • April 12, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં રાજકોટના રતનપરમાં મળનારા ક્ષત્રિય અસ્મિાત સંમેલનને લઈને પોલીસ પણ એલર્ટ બની છે. ખુદ ડીજીપી પણ રાજકોટ સી.પી.ના સંપર્કમાં છે અને સંમેલનમાં એકત્રિત થનારી સંખ્યાના આંકને લઈને અન્ય શહેર, જિલ્લ ામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની ફોર્સ બંદોબસ્ત વ્યવસ્થા માટે ઉતારવામાં આવશે.
પરસોતમભાઈના વિધાન સામે છેલ્લ ા પંદર દિવસથી વધુ સમયથી રાયભરમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના દેખાવો, રેલી, પ્રદર્શનમાં અત્યાર સુધી કયાંય કોઈ કાંકરીચાળો થયો નથી. શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલી રહ્યું છે. શહેર, જિલ્લ ા, તાલુકા કક્ષાએ સંમેલનો મળી રહ્યા છે જયાં હજારોની સંખ્યામાં મેદની એકત્રિત થાય છે પરંતુ કોઈ સ્થળે કાયદો–વ્યવસ્થા તૂટીે નહીં તે રીતે ચાલતા આંદોલનમાં છેલ્લ ા બે–ચાર દિવસથી ઉશ્કેરાટ દેખાયો છે.

જામનગરમાં, સુરેન્દ્રનગરના થાનમાં સભામાં કાળા વાવટાઓ ફરકાવવા જામનગરમાં સભાઓમાં મહિલાઓ દ્રારા સૂત્રોચ્ચાર, ગઈકાલે રાજકોટમાં મહિલાઓ દ્રારા ભાજપ કાર્યાલય નજીક દેખાવો, પરસોતમભાઈના પોસ્ટર પર કાળી શાહી ફેંકાવી જેવી ઘટનાઓ બની છે. રાજકોટ નજીક મોરબી હાઈવે પર રતનપર ખાતે તા.૧૪ને રવિવારના રોજ બપોર બાદ અસ્મિતા સંમેલનના નામે ક્ષત્રિય સમાજનું મહા સંમેલન થશેની સંકલન સમિતિ દ્રારા બે દિવસ પહેલા જાહેરાત કરાઈ હતી.

આગેવાનો દ્રારા તો બે લાખ કે જેેવી સંખ્યામાં લોકો એકઠા થશેનું જાહેર કરાયું છે જો કે, પોલીસ આઈબીના અંદાજ કે ધારણા મુજબ એકાદ લાખ કે ઓછી સંખ્યામાં પણ એક સમૂહ એકઠો થાય તો ટ્રાફિકથી લઈ કાયદો–વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સતર્ક રહેવું પડે. મહા સંમેલનની જાહેરાતને લઈને સ્થાનિક રાજકોટ શહેર પોલીસ કમિશનરથી લઈ પુરી રાજકોટ પોલીસ એલર્ટ બની છે.

૨૦, ૨૫ હજાર કે આવી સંખ્યા થવાની હોય તો બંદોબસ્ત–વ્યવસ્થામાં સ્થાનિક પોલીસ પહોંચી વળે પરંતુ સંખ્યા વધુ થવાની હોવાની વાતના પગલે તેમજ છેલ્લ ા બે દિવસથી દેખાવા, પ્રદર્શનમાં દેખાવા લાગેલા ઉશ્કેરાટ કે આવા પગલાંને કારણે સંમેલન સમયે કાંઈ આવું ન બને કે કોઈ મુશ્કેલી ન ઉદભવે તે માટે અન્ય શહેર–જિલ્લ ાની પોલીસ ફોર્સની મદદ મેળવાશે. કાયદો–વ્યવસ્થા જળવાઈ રહે કોઈ પક્ષે કયાંય કાંઈ ન બને સંમેલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ડીજીપી પણ સતત સતર્ક છે અને રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીના સંપર્કમાં છે.
અત્યાર સુધીના સંમેલનમાં કોઈ સ્થળે કાંઈ અનિચ્છનીય બનાવો કે આવા કાયદો–વ્યવસ્થા તૂટે તેવા પ્રદર્શન થયા નથી પરંતુ બે દિવસથી આવેલા ઉશ્કેરાટને લઈને પોલીસ પણ કયાંય કાચુ કપાઈ ન જાય તે માટે રાયના પોલીસ વડાથી રાજકોટ સી.પી. સહિતના એલર્ટ બન્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application