પાદરિયા સામેની હત્યાના પ્રયાસની કલમ દૂર કરવાનું પોલીસનું કૃત્ય ખોટું: સરધારા
જયંતીભાઇ સરધારાની પોલીસની ગેરવર્તણૂક અંગે કાર્યવાહી કરવા પીએમ, સીએમ, સુુપ્રીમ, હાઇકોર્ટ અને રાય પોલીસ વડાને રજૂઆતસરદારધામના સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ જયંતી સરધાર પર થયેલા હત્પમલાની ઘટનામાં પીઆઇ પાદરીયા સામે હત્યાના પ્રયાસની કલમ દુર કરવા પોલીસે અરજી કરી હોય જે ગેરવાજબી છે અંગેની વિગતો આપવા આજકાલ કાર્યાલયે આવેલા જયંતીભાઇ સરધારા નજરે પડે છે. (તસવીર: દર્શન ભટ્ટી)આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટના પાટીદાર અગ્રણી સરદારધામના સૌરાષ્ટ્ર્ર ઝોન ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા પર પીઆઇ સંજય પાદરીયાએ જીવલેણ હત્પમલો કરવામાં આવ્યો હતો.જે અંગે પીઆઇ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.દરમિયાન પીઆઇ પાદરીયા સામે નોંધેલ ગુનામાં હત્યા પ્રયાસની કલમ દૂર કરવા પોલીસે કોર્ટમાં અરજી કરી છે.આ બાબતેને જયંતીભાઇ સરધારાએ બીલકુલ ગેરવાજબી ગણાવી પોલીસની ગેરવર્તણૂક અંગે કાર્યવાહી કરવા પીએમ,સીએમ,હાઇકોર્ટ અને રાજય પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે.
સરદારધામના સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારાએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ, ડિસ્ટ્રીકટ કોર્ટ, રાજય પોલીસ વડા, ગૃહ રાજય મંત્રી સહિતનાને સંબોધીને લેખલા પત્રમાં જણાવ્યુ છે કે, મારા પર થયેલા હત્પમલાને લઇ ૨૬મી નવેમ્બરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેકટર સંજયભાઈ પાદરિયા વિદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપી ઇન્સપેકટરે નાગરિકોની સુરક્ષા માટે પોતાની ફરજ બજાવવાને બદલે મને મારવાનો પ્રયાસ કર્યેા. તેના કાર્યેાથી માત્ર મારા જીવનને જ જોખમ નથી, પરંતુ સમગ્ર રાયમાં ભય અને આતંકનું વાતાવરણ પણ સર્જાયું છે.
એફઆઈઆરની નોંધાયાના આટલા દિવસો બાદ પણ આરોપી ઈન્સ્પેકટર ફરાર છે. ગુજરાત પોલીસની કડક કાર્યવાહીના અભાવે કાયદાના અમલીકરણ પ્રણાલીમાં નાગરિકોના વિશ્વાસને ઐંડે સુધી હચમચી ગયો છે.
પોલીસની ભૂમિકા જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની અને કાયદાનું સમર્થન કરવાની છે. યારે પોલીસ અધિકારી પોતે સમાજ માટે ખતરો બની જાય છે, ત્યારે તે સિસ્ટમમાંના વિશ્વાસના પાયાને નબળો પાડે છે અને પોલીસ દળની પ્રતિાને કલંકિત કરે છે. પત્રમાં રજુઆત કરતા વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ અને રાય સરકારને નિર્દેશ આપો કે આરોપી ઈન્સ્પેકટર સંજયભાઈ પાદરીયાની ધરપકડ ઝડપથી થાય. આ બાબતે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય. જવાબદારોને જવાબદાર ઠેરવીને પોલીસ તંત્રમાં નાગરિકોનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવા માટે જરી પગલાં લેવાઇ. આ મામલો માત્ર મારી અંગત સલામતીનો જ નથી પણ ગુજરાતમાં કાયદા અમલીકરણ પ્રણાલીની અખંડિતતાની સુરક્ષાનો પણ છે.આ ગંભીર મુદા પર આપના હસ્તક્ષેપ કરી તાકીદે કાર્યવાહી થાય તેવી રજુઆત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMજામનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કાશ્મીરની ઘટના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
April 28, 2025 12:39 PMપુષ્પા 2 ફેમ શ્રીલીલાએ બાળકી દતક લીધી
April 28, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech