જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની તમામ સુખ સુવિધાઓ મળી રહે તે માટે અવિરત વિકાસની કેન્દ્ર અને રાજ્ય સરકારની નેમ-સંસદસભ્ય પૂનમબેન માડમ
જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં જન સુવિધાઓના વિકાસ કાર્યોનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કરવામાં આવ્યું હતું.
જેમાં જામનગર જિલ્લાના લાલપુર ખાતે રૂ.૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નાગરીકોના આરોગ્ય માટે સુવિધા સજ્જ પેટા આરોગ્ય કેન્દ્ર-૩નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ અને ભારત સરકારના "સેન્ટ્રલ રોડ ઇન્ફાસ્ટ્રક્ચર ફંડ" માંથી રૂ.૧૦ કરોડના ખર્ચે સાકાર થનાર, લાલપુર-મોટાખડબા રોડના રીસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે "જન સુવિધાના નિરંતર વ્યાપ"ના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના "સમર્પિત સેવાસૂત્ર" નિત્ય સાર્થક કરવાનો સંસદસભ્ય પૂનમબેન માડમે દ્રઢ પુનરોચ્ચાર કરી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, રાજમાર્ગ- પરીવહન કેન્દ્રીય મંત્રી નિતિનભાઇ ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે જ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરામાં પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત અને સણોસરા ગામે સાંસદની ગ્રાંટમાંથી નવનિર્મિત કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત આગેવાનો, હોદેદારો, વડીલો, ગ્રામજનો, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સંસદસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ તકે ગ્રામજનોને વિશેષ સુવિધાઓ અંગે અભિનંદન પાઠવી સાંસદ પૂનમબેન માડમે ગ્રામ્ય વિકાસ અંગેની સરકારની કટીબદ્ધતા અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની સરકારી જીજી હોસ્પીટલમા કોરોનાનો અલાયદા વોર્ડ ઉભો કરવામા આવ્યો
May 24, 2025 01:09 PMજામનગર શહેરમાં કોરોનાની રી-એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું...
May 24, 2025 12:43 PMબ્રિટની સ્પીયર્સે પ્રાઇવેટ જેટમાં સિગારેટ સળગાવી, લોકોએ મચાવ્યો હંગામો
May 24, 2025 12:03 PM20 વર્ષીય Rasha Thadani's neck tattoo becomes a topic of discussion
May 24, 2025 12:00 PMસુનીલ શેટ્ટીની 'કેસરી વીર'ની દહાડ ફીકી પડી
May 24, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech