દ્વારકા તાલુકામાં દારૂ-જુગાર અંગે પોલીસની કાર્યવાહી

  • July 27, 2022 03:55 PM 

    દ્વારકા તાલુકાના ઓખા વિસ્તારમાં પોલીસે ગતરાત્રે જુગાર દરોડો પાડી, સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા નિશાબેન ભીમાભા માણેક, રાજુબેન સવાભા ભઠડ, ભીમાભા સીદિયાભા માણેક અને શ્યામભા બાલુભા સુમણીયા નામના ચાર પતાપ્રેમીઓને ઝડપી લઇ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

     આ ઉપરાંત ઓખાના બસ સ્ટેશન પાસેથી પોલીસે હરીસંગભા પાચાર્યાભા ગોયેલ અને બાઘાભા રાજાભા માણેક નામના બે શખ્સોને ચલણી નોટના નંબર વડે એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

     દ્વારકાના ટી.વી. સ્ટેશન ચોકડી પાસેથી પોલીસે ગતરાત્રિના સમયે ઈન્દ્રજીતસિંહ વિક્રમસિંહ વાઢેર નામના 23 વર્ષના યુવાનને રૂપિયા 50,000 ની કિંમતના રિક્ષાને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application