રાત્રીના ચા–પાનના ગલ્લે અડિંગો જમાવનારા સામે પોલીસની તવાઈ

  • May 16, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં રાત્રીના ચા અને પાનના ગલ્લે સામાન્ય માથાકૂટથી લઈ હથિયારો વડે મારામારીના બનાવો સતત બનતા રહે છે. ત્યારે પોલીસે હવે આ બાબતે આક્રમક કાર્યવાહી કરવાની શ કરી છે. ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે મોડી રાત્રીના શહેરના હનુમાન મઢી ચોક પાસે ચાની હોટલ અને પાનની દુકાન પાસે વાહન આડેધડ પાર્ક કરી અડિંગો જમાવી બેઠેલા પાંચ વાહન ચાલકો ઉપરાંત હોટલધારક અને પાનની દુકાન ધરાવનાર દુકાનદાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ.એસ.એલ. ગોહિલની રાહબરી હેઠળ કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડ, રોહિતભાઈ ગઢવી સહિતનો સ્ટાફ રાત્રિના પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ૧૨:૩૦ વાગ્યા આસપાસ હનુમાન મઢી ચોક પાસે આવેલી હોટલ જોગમાયા ખુલ્લી હોય અને અહીં ગ્રાહકોએ પોતાના વાહનો રોડ પર આડેધડ ટ્રાફિકમાં અડચણપ રીતે પાર્ક કર્યા હતા. જેથી પોલીસે જોગમાયા હોટલના માલિક તુષારભાઈ બીજલભાઇ લામકા (ઉ.વ ૨૮ રહે બેડીપરા, પારેવડી ચોક) અને અહીં આડેધડ વાહન પાર્ક કરનાર વાહન ચાલક કેશવ વિમલભાઈ સોની (ઉ.વ ૨૩ રહે. મહાવીર સોસાયટી), કાર્તિક વિમલભાઈ સોની (ઉ.વ ૨૮ રહે. મહાવીર સોસાયટી) અને જીેશ જહાભાઈ જોગરાણા (ઉ.વ ૨૫ રહે.ગાંધીગ્રામ શેરી નંબર ૮) સામે આઇપીસીની કલમ ૨૮૩, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત અહીં હનુમાન મઢી ચોકમાં જ આવેલી બાદશાહ પાનની દુકાન મોડી રાત્રીના ૧:૪૫ વાગ્યા આસપાસ ખુલી હોય અને અહીં ગ્રાહકોએ પોતાના વાહનો રોડ પર ટ્રાફિકમાં અડચણપ રાખ્યા હોય જેથી પોલીસે પાનની દુકાન ધરાવનાર દુકાનદાર સોહીલ અસલમભાઈ વજુગરા(ઉ.વ ૨૭ રહે. નીલકઠં સિનેમા પાછળ, નીલકઠં પાર્ક) અને વાહન ચાલક હરીશ ભગવાનભાઈ ઓઝા (ઉ.વ ૫૫ રહે બી.ટી.સવાણી હોસ્પિટલ પાસે ગંગોત્રી પાર્ક મેઇન રોડ) તથા ધવલ કરશનભાઈ બાલાસરા(ઉ.વ ૨૫ રહે. ગાંધીગ્રામ ન્યુ મહાવીરનગર–૧) સામે આઇપીસીની કલમ ૨૮૩,૧૧૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application