દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસ તંત્રની કાર્યવાહી

  • October 11, 2023 10:39 AM 

ખંભાળિયામાં જડેશ્વર ઉપર આવેલા એક મંદિર પાસે રહેતા ઈશ્વર કારા સંધીયા નામના 23 વર્ષના ગઢવી શખ્સે પોતાની ઇકો મોટરકારને રેલવે સ્ટેશનના નો-પાર્કિંગમાં અડચણરૂપ રાખીને જાહેરનામાનો ભંગ કરતા તેની સામે ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.


ખંભાળિયામાં કે.કે. મોલની બાજુમાં આવેલી ભગવતી ચા ની હોટલમાં સીસીટીવી કેમેરા ન લગાડતા સમીર ઈબ્રાહીમ અબ્બાસ ઉઢાર નામના 23 વર્ષના શખ્સ સામે એસ.ઓ.જી. પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.


ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બંદર રોડ ઉપર આવેલી આપના ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં સીસીટીવી કેમેરા ન લગાવતા આ અંગે ફારુક ઓસમાણ કાસુભાઈ થૈયમ (ઉ.વ. 30) સામે તેમજ બંદર રોડ ઉપર મહેબૂબ રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરા ન લગાવતા સબીર અબ્દુલ ઈશાભાઈ ભગાડ (ઉ.વ. 39) સામે સલાયા મરીન પોલીસ મથકમાં કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


દ્વારકા ઓખા-હાઈવે પર આવેલી હોટલ વંદનામાં આવતા મુસાફરોની નોંધ નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં ન કરતા હોટલ સંચાલક ક્રિષ્ના ચંદ્રકાંતભાઈ કણજારીયા (ઉ.વ. 28) સામે દ્વારકા પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application