રાજકોટ ભુજ ઓખા પોરબંદર સહિત રાયના અનેક વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ થી ૯૬% સુધી પહોંચી ગયું હતું અને તેના કારણે ધુમ્મસ છવાયું હતું. સવારે ભેજ વધી જતા અને ઝાકળના કારણે લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યેા હતો.
જોકે સૂર્યેાદય થતા ની સાથે જ આ વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો. લઘુતમ તાપમાનનો પારો સામાન્યથી પાંચ ડિગ્રી જેટલો ઐંચે ચડો છે. નલિયામાં ગઈકાલે ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા પછી આજે તે ૧૫.૨ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. દ્રારકામાં પણ ગઈકાલે ૧૬ અને આજે ૧૯.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. પોરબંદરમાં ગઈકાલે ૧૨.૯ અને આજે ૧૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
રાજકોટમાં સામાન્ય વધારા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું છે. વેરાવળના લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર થયો છે અને આજે ૧૮.૪ ડિગ્રી રહેવા પામ્યું છે. ઓખામાં પણ મામુલી ફેરફાર સાથે આજે ૨૦.૮ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં આજનું લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી અને અમરેલીમાં ૧૫.૨ ડિગ્રી રહ્યું છે. ભુજમાં લઘુતમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોંધાયું છે.
અમદાવાદમાં ૧૫.૪ ડીસામાં ૧૨.૪ વડોદરામાં ૧૫ ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહેવા પામ્યું છે.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાયના મોટાભાગના વિસ્તારોમાં ૩૦ ડિગ્રીને પાર કરી ગયું છે અને વધુમાં વધુ ૩૩.૫ ડિગ્રી ભુજમાં નોંધાયું છે. સુરતમાં ૩૩.૪ અમરેલીમાં ૩૨.૫ ભાવનગરમાં ૩૧.૮ પોરબંદરમાં ૩૦.૬ રાજકોટમાં ૩૨.૫ વેરાવળમાં ૩૧.૬ સુરેન્દ્રનગરમાં ૩૨.૩ મહત્પવામાં ૩૩ કેશોદમાં ૩૧.૭ ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૫ ડીસામાં ૩૨.૫ ગાંધીનગરમાં ૩૧.૫ અને વડોદરામાં ૩૧.૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
સૌરાષ્ટ્ર્ર સહિત ગુજરાતમાં રવિવારથી માવઠું થવાની ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ કશ્મીર લદાખ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ તામિલનાડુ કેરલા આસામ સહિત પૂર્વ પૂર્વેાત્તર અને દક્ષિણના રાયોમાં વરસાદ પડી રહ્યો છે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉપરા ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર જોવા મળે છે. તારીખ ૧ ના રોજ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને ત્યાર પછી તુરત જ તારીખ ત્રણ ના રોજ પણ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. આ વાતાવરણના કારણે વરસાદી માહોલ જળવાશે અને ત્યાર પછી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી શકયતા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech