નવી જંત્રીના અમલનો તખતો તૈયાર

  • April 04, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૫૦ ચો.મી.ના પ્લોટમાં ૨૫ી ૫૦ ટકા જંત્રી દર ઘટાડાની શકયતા: એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં સામાન્ય રાહત

ગુજરાત સરકાર આગામી ૧૫ એપ્રિલ ી નવી જંત્રીનો લાગુ કરવા જઈ રહી છે ત્યારે ગરીબ અને નાના લોકો માટેના આવાસમાં જંત્રીના દરમાં રાહત આપવાનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે નવી જંત્રી લાગુ કરવાનું જ્યારે કાઉન્ટડાઉન શરૂ યું છે ત્યારે રાજ્યભરમાં નાના અને ગરીબ લોકો માટેના આવાસને લઈને સરકારે રાહત આપવાની સકારાત્મક વિચારણા શરૂ કરી છે. જેમાં સસ્તા હાઉસિંગ પ્રોજેક્ટ ને છૂટછાટ આપવામાં આવશે બાકીના ને ૧૫ મી એપ્રિલી બમણી જંત્રી ચૂકવવાની રહેશે.
ગત શનિવારે રાજ્યના મુખ્યમંત્રીએ નવી જંત્રી લાગુ કરવાની લઈને વિવિધ વિભાગના અધિકારીઓની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક બોલાવી હતી.જેમા નાના હાઉસિંગ પ્રોજેક્ટ ને નાની રાહત આપવામા આવશે.આવા પ્રોજેક્ટ ને બાદ કરતા ૧૫ એપ્રિલ ી રાજયભરમા જંત્રી બમણી ઈ જશે.
સુત્રોના જણાવ્યા અનુસાર એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે પેઇડ એફએસઆઈ પર જંત્રી કે જ્યાં જમીનનો પ્લોટ ૫૦ ચોરસ મીટર સુધીનો છે, તેમાં ૨૫% ી ૫૦% સુધીનો ઘટાડો વાની સંભાવના છે. આ માત્ર એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે જ લાગુ શે. આ છૂટ સિવાય, કોઈને પણ રાહત મળશે નહી તે વાત નક્કી છે.ટુંકમા ૫૦ ચોરસ મીટર સુધીની પરવડી શકે તેવી આવાસ યોજનાઓ પરની જંત્રી ૧૫ એપ્રિલી લાગુ તા હાલના દરો બમણા શે નહીં, તેમ સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોએ સ્પષ્ટપણે કહ્યું કે સરકારનો નવા જંત્રી દરોના અમલીકરણને મુદે સરકાર મક્કમતાી આગળ વધી રહી છે.હાલ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માગતા ની. રાજ્ય સરકાર દ્વારા અગાઉ જંત્રી બમણી કરવાનો નિર્ણય કર્યા પછી એની અમલવારી ૧૫ એપ્રિલ સુધી મુલતવી રાખ્યો હતો.
રાજ્યમાં એક દાયકા બાદ જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. માર્ચ ૨૦૨૩ અને ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે પેઇડ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ માંી સરકારની આવક રૂ. ૧,૨૬૫ કરોડ હતી.  પેઇડ એફએસઆઈની ગણતરી જંત્રીના દરના આધારે કરવામાં આવતી હોવાી, પેઇડ એફએસઆઈમાંી સરકારની આવકમાં વધારો વાની શક્યતા છે. આમ ગુજરાત સરકાર ગરીબ અને નાના લોકો માટે આવાસો પર જંત્રી વધારાનો ભાર નહી નાખે તે વાત નક્કી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application