રાજકોટ શહેરના વિકાસ માટેની નીતિ અને નાણાંકીય વ્યવસ્થા સુધારવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રકમ રૂ. 100 કરોડના બોન્ડ ઇશ્યુ કરવા સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પ્લેસમેન્ટ મેમોરેન્ડમ ફાઇલ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળ ભરવા પાત્ર છે પરંતુ સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર અને નોન ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇબીપી પ્લેટફોર્મ મારફત તા.16 ઑક્ટોબરના રોજ બીડીંગ કરી શકાશે અને આવેલ બીડીંગના આધારે નક્કી કરવામાં આવેલ રોકાણકારને તા.18 ઑક્ટોબરના રોજ મ્યુનિસિપલ બોન્ડનું અલોટમેન્ટ કરવામાં આવશે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડનું લિસ્ટીંગ તા.21 ઑક્ટોબરના રોજ થવામાં આવનાર છે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજયોની નગરપાલિકા અને મહાનગરપાલિકા આત્મનિર્ભર થાય એ હેતુ માટે રૂ. 13 કરોડ (મહતમ રૂ. 26 કરોડ) પ્રતિ રૂ. 100 કરોડના બોન્ડ ઇશ્યુ માટે પ્રોત્સાહન રૂપે ઇન્સેંટીવ પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાનો આ પ્રથમ પ્રયાસ હોય, રાજકોટ મહાનગરપાલિકાને મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડતા કેન્દ્ર સરકાર તરફથી રકમ રૂ.13 કરોડ ઇન્સેંટીવ પણ મળવાપાત્ર થશે.
રાજકોટ મહાનગરપાલિકાનો આ મ્યુનિસિપલ બોન્ડ સિકયોર્ડ બોન્ડ રહેશે. જેમાં રાજકોટ મહાપાલિકાના હાલના તેમજ ભવિષ્યના તમામ ઘક્ષ છયદયક્ષીયતના બાકી લેણા, તમામ પ્રકારના વેરા, ફી અને યુઝર ચાર્જીસનું ઊજઈછઘઠ અભભજ્ઞીક્ષિં મારફત કલેક્શન, રકમ રૂ. 10 કરોડની ફિક્સ ડિપોઝિટ, એક વર્ષના વ્યાજની ચુકવણીનું ડીએસઆરએ તરીકે રિઝર્વ જેવી સીકયુરીટી તરીકે રાખવામાં આવનાર છે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકાને ક્રીસીલ રેટીંગ એજન્સી અને ઈન્ડિયા રેટીંગ એજન્સી તરફથી ડબલ એ રેટીંગ આપવામાં આવેલ છે. રાજકોટ મહાપાલિકા દ્વારા બહાર પાડવામાં આવતા મ્યુનિસિપલ બોન્ડના નાણાંનો ઉપયોગ અમૃત 2.0 હેઠળ ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ નેટવર્ક વગેરે પ્રોજેકટસ માટે કરવામાં આવશે.
2015માં તત્કાલિન કમિશનર વિજય નેહરાએ પ્રક્રિયા શ કરાવી હતી, નવ વર્ષે સ્વપ્ન સાકાર
રાજકોટ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરશે તેવી સૈદ્ધાંતિક જાહેરાત સૌપ્રથમ 2015માં રાજકોટના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કરી હતી તેમજ આ માટેની પ્રક્રિયા શરૂ કરાવી હતી. દરમિયાન તેમની બદલી થયા પછી આ અંગેની કાર્યવાહી ચાલુ રહી હતી જેમાં નવ વર્ષે 2024માં સફળતા સાંપડી છે. આ સમગ્ર પ્રક્રિયા પાર પાડવા માટે રાજકોટ મહાપાલિકાની એકાઉન્ટ બ્રાન્ચના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech