મવડીથી વગડ ચોક સુધીના રસ્તાની બન્ને બાજુ બારેય મહિના કાટમાળના ઢગલા

  • February 24, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં મવડીથી વગડ ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર રસ્તાની બન્ને બાજુએ બારેય મહિના ડિમોલિશન વેસ્ટ અને કન્સ્ટ્રકશન વેસ્ટના ઢગલા હોય છે તેમ છતાં અહીં કયારેય મહાપાલિકા તત્રં ચેકિંગ કરતું નથી કે કોઇને દડં કરતું નથી.
વિશેષમાં આ અંગે વોર્ડ નં.૧૧ના મવડી ગામના સ્મશાનથી વગડ ચોકડી સુધી જતા રસ્તાની બન્ને બાજુએ બારેય મહિના ડિમોલિશન વેસ્ટ અને કન્સ્ટ્રકશન વેસ્ટ ફેંકવામાં આવી રહ્યો છે. હવે તો અહીં એટલી હદે કાટમાળ ઠલવાઇ ગયો છે કે રસ્તા ઉપર દબાણ થવા લાગ્યું છે. જો મહાપાલિકા તત્રં આ વિસ્તારને રાજકોટ શહેરનો હિસ્સો માનતું હોય તો અહીં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરે અને અહીંથી ગંદકી દૂર કરે તેમજ ગંદકી કરનારાઓને શોધીને દડં ફટકારે. સામાન્ય નાગરિક ગંદકી કરે કે દબાણ કરે તો નોટિસો ફટકારતું મહાપાલિકા તત્રં અહીં કોની લાજ કાઢે છે તેવો સવાલ વોર્ડ નં.૧૧ના કોંગ્રેસ પ્રમુખ કેતનભાઇ તાળાએ ઉઠાવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે મ્યુનિસિપલ કમિશનરને ઉપરોકત રસ્તાની હાલત અંગેના ફોટોગ્રાસ સાથે વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવનાર હોવાનું કેતનભાઇ તાળાએ અખબારી યાદીના અંતમાં ઉમેયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application